For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાધે મા જેવી પણ હોય, પરંતુ એક ગામના દરેક ઘરમાં થાય છે તેની પૂજા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (બ્યુરો): ભક્તોને "આઈ લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ "કહીને ફ્લાઈંગ KISS આપનાર અને છેલ્લા ઘણાં સમયથી ચર્ચામાં રહેલી સ્વઘોષિત ધર્મ ગુરૂ રાધે માને લઈને આજ કાલ ચોરેને ચોકે ઘણી ચર્ચા ચાલી રહી છે, પણ એક ગામ એવુ છે જ્યાં રાધે માની દરેક ઘરમાં પૂજા કરવામાં આવે છે. મીડિયામાં રોજે રોજ આટ આટલા ખુલાસા થવા છતા આ ગામના લોકો રાધે મા પર થઈ રહેલા આક્ષેપો અંગે વિશ્વાસ નથી કરી રહ્યાં. જી હા, અમે વાત કરી રહ્યાં છીએ પંજાબના ગુરદાસપુર જિલ્લાના દોરાંગલા ગામની. રાધે માનો જન્મ અને ભણતર આ ગામમાં જ થયા છે.

radhe maa

આ ગામમાં તમે ગમે ત્યાં જાવ રોડ, ગલી, ઘર કે ચોરો દરેક જગ્યા પર રાધે માનો ફોટો જોવા મળશે. આ ગામમાં રાધે માની ઘણી જ શ્રદ્ધા પૂર્વક પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં રાધે માનો જ્ન્મ થયો હતો, તે ઘર પર તાળુ છે. કારણ કે તેમના ભાઈ અન્ય સ્થળ પર નોકરી કરે છે, અને મહિનામાં એક વખત અહીં આવે છે.

રાધે મા પર FIR થવા છતા આ ગામના લોકોને રાઘે મા પર લગાવવામાં આવેલા આક્ષેપો પર વિશ્વાસ નથી. ગ્રામજનો તપાસના રીપોર્ટસની રાહ જોઈ રહ્યાં છે, તેમને વિશ્વાસ છે કે રાધે મા આ તમામ આરોપોમાંથી મુક્ત થઈ જશે. ગ્રામજનોની અતુટ શ્રદ્ધાનો ખ્યાલ તે વાત પરથી પણ આવે છે કે ગામમાં જે કાળી માતાનું મંદિર છે, ત્યાં રાધે માનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ તે જ મંદિર છે જ્યાં રાધે મા બાળપણમાં સમય પસાર કરતા હતા.

English summary
Self-styled 'godwoman' Radhe Maa, facing charges of involvement in a dowry harassment case and also of instigating several people to commit suicide, is a worshipped figure in Dorangala village of Gurdaspur district in Punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X