For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું વૃંદાવનના કોઈ ‘બાબા'ના કહેવાથી તેજ પ્રતાપ યાદવે માંગ્યા પત્ની પાસે છૂટાછેડા?

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવા મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પોતાના લગ્નના માત્ર 6 મહિનાની અંદર જ પટનાની ફેમિલી કોર્ટમાં છૂટેછેડાની અરજી દાખલ કરી છે.

|
Google Oneindia Gujarati News

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવા મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પોતાના લગ્નના માત્ર 6 મહિનાની અંદર જ પટનાની ફેમિલી કોર્ટમાં છૂટેછેડાની અરજી દાખલ કરી છે. તેજ પ્રતાપ યાદવના લગ્ન આ વર્ષે 12 મે એ બિહારના પૂર્વ મંત્રી અને આરજેડી ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે થયા હતા. છૂટાછેડાની અરજી દાખલ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા તેજ પ્રતાપે કહ્યુ, 'એ સાચુ છે કે મે છૂટાછેડાની અરજી આપી છે. ઘુટી-ઘુટીને જીવવાનો તો કોઈ ફાયદો નથી.' વળી, હવે આ મામલે એક બાબાનું કનેક્શન પણ સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના સર્વેમાં પણ રાહુલ ગાંધીથી આગળ છે પીએમ મોદીઆ પણ વાંચોઃ કોંગ્રેસના સર્વેમાં પણ રાહુલ ગાંધીથી આગળ છે પીએમ મોદી

કોણ છે વૃંદાવનના આ બાબા?

કોણ છે વૃંદાવનના આ બાબા?

વાસ્તવમાં, છૂટાછેડાની અરજી દાખલ કરવાના બે દિવસ પહેલા જ તેજપ્રતાપ યાદવ વૃંદાવન ગયા હતા. તેજપ્રતાપે ત્યાંથી ગાયો સાથે વાંસળી વગાડતો પોતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેજ પ્રતાપ યાદવ આ પહેલા પણ કૃષ્ણના વેશમાં આ પ્રકારના વાંસળી વગાડતા પોતાના ફોટા શેર કરી ચૂક્યા છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર જણાવવામાં આવી રહ્યુ છે કે વૃંદાવનમાં જ તેજ પ્રતાપ યાદવની મુલાકાત કોઈ બાબા સાથે થઈ અને ત્યારબાદ પાછા આવતા જ તેમણે છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી. માનવામાં આવી રહ્યુ છે કે આ બાબાની સલાહ પર જ તેજ પ્રતાપે છૂટાછેડાની અરજી દાખલ કરી છે.

ઐશ્વર્યા એમબીએ, તેજપ્રતાબ 12મું પાસ

ઐશ્વર્યા એમબીએ, તેજપ્રતાબ 12મું પાસ

તમને જણાવી દઈએ કે તેજપ્રતાપ યાદવે શુક્રવારે જ પટનાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી છે. તેમની પત્ની ઐશ્વર્યા એમબીએનો અભ્યાસ કરી ચૂકી છે જ્યારે તેજ પ્રતાપ માત્ર 12મું પાસ છે. તેજ પ્રતાપના વકીલ યશવંત કુમાર શર્માએ આ વિશે જાણકારી આપતા જણાવ્યુ કે તે બંને હવે એકબીજા સાથે રહેવા નથી ઈચ્છતા. કોર્ટ તેજ પ્રતાપ યાદવની અરજી પર 29 નવેમ્બરે સુનાવણી કરશે.

પહેલા ઐશ્વર્યા છપરાથી ચૂંટણી લડવાની હતી ચર્ચા

પહેલા ઐશ્વર્યા છપરાથી ચૂંટણી લડવાની હતી ચર્ચા

આ પહેલા છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવ્યા હતા કે મહાગઠબંધન હેઠળ તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા બિહારની છપરા સીટથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવ્યુ હતુ કે આ અંગે લાલુ યાદવના પરિવારમાં સંમતિ પણ બની ચૂકી છે. ઐશ્વર્યાના દાદા પ્રસાદ રાય બિહારના મુખ્યમંત્રી અને પિતા ચંદ્રિકા રાય બિહાર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. વર્તમાનમાં તેમના પિતા આરજેડીના ધારાસભ્ય છે. ઐશ્વર્યા અને તેજ પ્રતાપ યાદવના લગ્ન 12 મેના રોજ થયા હતા જેમાં ઘણા દિગ્ગજ રાજનેતાઓ શામેલ થયા હતા.

પરિવારના ત્રણ સભ્યો વચ્ચે મતભેદ

પરિવારના ત્રણ સભ્યો વચ્ચે મતભેદ

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી લાલુ યાદવના પરિવારમાં બધુ ઠીક નથી ચાલી રહ્યુ. પરિવારના ત્રણ સભ્યો વચ્ચે મતભેદના સમાચારો ઘણી વાર સામે આવી ચૂક્યા છે. મહાગઠબંધનની સરકાર પડી ભાંગ્યા બાદ લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ સતત આરજેડીમાં પોતાની ઉપેક્ષા કરાતી હોવાના સંકેત આપતા રહ્યા છે. ઘણી વાર તેમણે ટ્વિટર દ્વારા આને સાર્વજનિક પણ કર્યુ છે. સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા હતા કે લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી, તેજ પ્રતાપ અને મીસા ભારતી વચ્ચે ઉત્તરાધિકારી અંગે મતભેદ ચાલી રહ્યા છે. આ મતભેદોને ઉકેલવા માટે લાલુ પ્રસાદે થોડા દિવસો પહેલા તેજસ્વી યાદવને રાંચી સ્થિત હોસ્પિટલ બોલાવ્યા હતા.

આ પણ વાંચોઃ 'બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબઆ પણ વાંચોઃ 'બળજબરીના સંબંધમાં સંમતિ નથી હોતી': એમ જે અકબરને પત્રકારનો જવાબ

English summary
A Vrindavan Baba Connection in Tej Pratap Yadav Divorce Matter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X