For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિનુ કામ છૂટી જતા જાતે ઈ-રિક્ષા ચલાવીને પરિવારને સંભાળી રહી છે સુમન

|
Google Oneindia Gujarati News

હરિયાણામાં પાનીપતના સિવાહ ગામમાં ભાડે રહેતી સુમન દેવીની હિંમત આગળ કોઈ પણ મુશ્કેલી ઝૂકી શકે છે. કોરોના લૉકડાઉનમાં સુમના રાજમિસ્ત્રી પતિ ચમનલાલનુ કામ છૂટી ગયુ હતુ. એવામાં પરિવાર પર મુસીબતો આવી પડી. કાર્ડ ન હોવાના કારણે ડિપોમાંથી રેશન ન મળ્યુ અને પ્રશાસન તરફથી પણ તેમને ખાધ્યાન્ન પૂરુ પાડવામાં આવ્યુ નહિ. તેમની ત્રણ દીકરી તેમજ બે દીકરા અન્ન માટે તરફડવા લાગ્યા. એવામાં સુમને જ પરિવારનુ પેટ ભરવાનુ મન બનાવી લીધુ.

haryana

લૉકડાઉનના આ દિવસોમાં તે ભરબપોરે ઈ-રિક્ષા ચલાવવા લાગી. તે ઈ-રિક્ષા તેણે ભાડે લીધી અને પછી પ્રશાસનની અનુમતિ લીધી. હવે તે સવારે ત્રણ વાગ્યાથી શાક માર્કેટ પહોંચીને શાક લાવવાનુ કામ કરે છે. ઈ-રિક્ષાના કામનો આ સિલસિલો બપોર સુધી ચાલે છે. હવે તેમની મુશ્કેલીઓ પણ ધીમે ધીમે ઓછી થવા લાગી છે.

સુમન જણાવે છે કે, મારો પહેલો પતિ ઘણીવાર દારૂ પીને મારપીટ કરતો હતો. ઘણા વર્ષો સુધી પતિનો આ વ્યવહાર રહ્યો. બહુ સમજાવવા પર તેને છૂટેછેડા આપી દીધી. ત્યારબાદ ચમનલાલ સાથે બીજા લગ્ન કરી લીધા. બીજા પતિ ચમનલાલથી તેેને ચાર બાળકો છે. સુમનના પતિ ચમનલાલે કહ્યુ - 'સુમને કોઈ રીતે જાન્યુઆરી 2020માં રિક્ષા ચલાવતા શીખ્યુ હતુ. હવે તે પોતાના આ અનુભવથ અમારુ પેટ ભરી રહી છે. મારી પાસે કામ નથી, તો હું ઘરે રહુ છુ, સુમન બસ એમ કહે છે કે બહાર ન જતા, લૉકડાઉન ફોલો કરજો.'

આ પણ વાંચોઃ મજૂરો માટે અત્યાર સુધી ચલાવવામાં આવી ચૂકી છે 67 સ્પેશિયલ ટ્રેનોઃ રેલવે મંત્રાલયઆ પણ વાંચોઃ મજૂરો માટે અત્યાર સુધી ચલાવવામાં આવી ચૂકી છે 67 સ્પેશિયલ ટ્રેનોઃ રેલવે મંત્રાલય

English summary
A woman is nurturing her family by driving an e-rickshaw at Panipat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X