
પીળી સાડી વાળી અધિકારી ફરી ચર્ચામાં, આ વખતે ડાન્સ વીડિયો વાયરલ
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પીળી સાડી વાળી મહિલાના નામે સનસની બનેલી PWD ઓફિસર રિના દ્રિવેદી ફરી એકવાર સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ વખતે તેનો ટિક્ટોક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. હંમેશા મુજબ આ વખતે પણ રિના ખુબ જ સુંદર લાગી રહી છે. તેનો ડાન્સ પણ એટલો જ સારો છે.

ડાન્સ વીડિયો વાયરલ
રીનાનો વાયરલ થઇ રહેલો વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો તેના પર ઘણી સારી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે.

પીળી સાડી વાળી બ્યુટીના નામે ફેમસ
આપને જણાવી દઈએ કે રિના દ્રિવેદી લખનવમાં PWD ઓફિસર તરીકે કામ કરે છે. મતદાન દરમિયાન તેની પીળી સાડી વાળી ફોટો અંગે ઘણી ચર્ચા થઇ હતી. લોકોએ તેની સુંદરતાના ઘણા વખાણ કર્યા હતા. આ ફોટો કેટલાક મીડિયા કર્મીઓ ઘ્વારા ત્યારે લેવામાં આવી જયારે તેઓ મતદાન કેન્દ્રં તરફ જઈ રહ્યા હતા.

રિનાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે
મૂળ રૂપે ઉત્તરપ્રદેશના દેવારિયાની રહેવાસી રિના લખનવના પીડબ્લ્યુડી વિભાગના કનિષ્ઠ સહાયક તરીકે કામ કરે છે. વર્ષ 2004 દરમિયાન તેમના લગ્ન પીડબ્લ્યુડી વિભાગમાં કામ કરતા સિનિયર સહાયક સંજય દ્રિવેદી સાથે થયા હતા. પરંતુ વર્ષ 2013 દરમિયાન તેમના પતિની મૌત થઇ ગઈ, જેને કારણે તેઓ સદમામાં ચાલ્યા ગયા. ત્યારપછી પતિની જગ્યા પર તેમને નોકરી આપવામાં આવી રીનાનો એક 13 વર્ષનો દીકરો પણ છે.

નાનપણથી ફીટ રહેવાનો શોખ
ન્યુઝ 18 ખબર અનુસાર રીનાને બાળપણથી જ ફિટ રહેવાનો શોખ છે. તેની સાથે તે ફોટો સેશન પણ કરાવે છે. તેમને જણાવ્યું કે તેઓ ખુબ જ સમજી વિચારીને કપડાંની પસંદગી કરે છે. તેઓ હંમેશા આવી રીતે જ તૈયાર થઈને ઓફિસ જાય છે.

ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઓફર પણ મળી ચુકી છે
રીનાની મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યુટી હતી, જ્યાંથી તેઓ ચર્ચામાં આવ્યા. તેઓ કહે છે કે તેમને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી પરંતુ તેમને તે ઓફર નકારી કાઢી. તેની સાથે તેમને જણાવ્યું કે હવે સોશ્યિલ મીડિયા પર તેમના લાખો ફોલોવર્સ થઇ ગયા છે. તેમને કહ્યું કે હવે તેમને ફિલ્મોમાં કામ કરવાનો ચાન્સ મળશે તો તેઓ તેના પર ચોક્કસ વિચાર કરશે.