For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડ઼ૂતો માટે રાજ્યસભામાં હોબાળો, સંજય સિંહ સહિત AAPના ત્રણ સાંસદોને કાઢવામાં આવ્યા બહાર

રાજ્યસભામાં આપના ત્રણ સાંસદોને બહાર કાઢવામાં આવ્યા જેમાં સંજય સિંહ પણ શામેલ હતા.

|
Google Oneindia Gujarati News

Budget session Update: એક તરફ દિલ્લી પાસેની સીમાઓ પર ખેડૂતોનુ આંદોલન છેલ્લા 70 દિવસથી ચાલુ છે. ત્યાં બીજી તરફ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી ઘણી ધમાકેદાર રહી. જ્યાં વિપક્ષી દળોએ નવા કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના સાંસદોએ પણ જોરદાર નારેબાજી કરી. ત્યારબાદ રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાય઼ડુએ રુલ 255 હેઠળ આપના ત્રણ સાંસદોને બહાર કાઢી દીધા જેમાં સંજય સિંહ પણ શામેલ હતા.

rajya sabha

સંસદમાંથી બહાર નીકળ્યા બાદ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને સાંસદ સંજય સિંહે જણાવ્યુ કે નવા કૃષિ કાયદા ખેડૂત વિરોધી છે. જેના કારણે અમે ઈચ્છીએ છીએ કે સરકાર આને તરત રદ કરે. આના કારણે અમે ગૃહમાં અસંમતિ વ્યક્ત કરી હતી કારણકે સરકાર ખેડૂત સંગઠનો સાથે જે વાતચીત કરી રહી છે તેનો કોઈ ઉકેલ નીકળવાનો નથી. સંજય સિંહના જણાવ્યા મુજબ જ્યારે તેમણે ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો તો સભાપતિએ આપના ત્રણ સાંસદોને બહાર કાઢી દીધા.

ચોમાસુ સત્રમાં થયો હતો હોબાળો

વાસ્તવમાં ગયા ચોમાસુ સત્રમાં મોદી સરકારે લોકસભા અને રાજ્યસભામાં ત્રણ નવા કૃષિ કાયદા પાસ કરાવ્યા હતા. આ કાયદા તો પાસ થઈ ગયા પરંતુ આમ આદમી પાર્ટીના સાંસદોએ રાજ્યમાં જોરદાર હોબાળો કર્યો હતો. આ દરમિયાન સંજય સિંહ ઉપસભાપતિની ચેર પાસે પહોંચી ગયા અને જોરજોરથી તાળીઓ પાડવા લાગ્યા. ત્યારબાદ તેમણે જોરદાર નારેબાજી પણ કરી. બાદમાં ઉપસભાપતિએ માર્શલ બોલાવ્યા અને સંજય સિંહને જબરદસ્તી બહાર કઢાવ્યા.

કાર્યવાહી શરૂ થતા જ નારાજ થઈ ગયા સભાપતિ

રાજ્યસભાની કાર્યવાહી બુધવારે જ્યારે શરૂ થઈ તો સૌથી પહેલા મોબાઈલ ફોનના મુદ્દે સભાપતિએ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે રાજ્યસભાની અંદર મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે પરંતુ એ જોવામાં આવ્યુ છે કે અમુક સભ્યો ફોનનો ઉપયોગ કરે છે અને તેનાથી સંસદની કાર્યવાહી પણ રેકોર્ડ કરે છે. આવુ આચરણ સંસદીય શિષ્ટાચારની વિરુદ્ધ છે.

Aligarh: સગીરા સાથે ગેંગરેપ, ખેતરમાં ખેંચીને લઈ ગયા હતા ત્રણ યુવકAligarh: સગીરા સાથે ગેંગરેપ, ખેતરમાં ખેંચીને લઈ ગયા હતા ત્રણ યુવક

English summary
Aam Aadmi Party 3 MP including Sanjay Singh withdraw from Rajya Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X