For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં કોંગ્રેસ-કેજરીવાલ વચ્ચે ગઠબંધન ન થવાનું કારણ અલકા લાંબાએ જણાવ્યુ

આપની ધારાસભ્ય અલકા લાંબા દ્વારા સોમવારે આપેલા એક ટ્વીટથી જો કે ઘણી હદે સ્પષ્ટ થઈ ગયુ કે કયા કારણોસર કોંગ્રેસ અને આપ વચ્ચે સમજૂતી ન થઈ શકી.

|
Google Oneindia Gujarati News

ઘણા સમયથી એવા સમાચાર આવી રહ્યા હતા કે કોંગ્રેસ દિલ્લીમાં સત્તાધારી પાર્ટી આમ આદમી સાથે ગઠબંધન કરી શકે છે. પરંતુ સોમવારે આ બધી અટકળો પર એ સમયે વિરામ લાગી ગયુ જ્યારે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધુ કે રાહુલ ગાંધીએ ગઠબંધન માટે મનાઈ કરી દીધી છે. હવે બંને પક્ષોનું ગઠબંધન નહિ થઈ શકે. બંને પક્ષો વચ્ચે ગઠબંધન ના થવાનું મુખ્ય કારણ શું રહ્યુ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. પરંતુ આપની ધારાસભ્ય અલકા લાંબા દ્વારા સોમવારે આપેલા એક ટ્વીટથી જો કે ઘણી હદે સ્પષ્ટ થઈ ગયુ કે કયા કારણોસર કોંગ્રેસ અને આપ વચ્ચે સમજૂતી ન થઈ શકી.

અલકા લાંબાએ ટ્વીટ કરીને કર્યો કટાક્ષ

અલકા લાંબાએ ટ્વીટ કરીને કર્યો કટાક્ષ

સોમવારે અલકા લાંબાએ એક ટ્વીટ કર્યુ જેમાં તેમણે લખ્યુ કે આપ 2થી વધુ આપવા નથી ઈચ્છતી, કોંગ્રેસ 3થી ઓછામાં કોઈ સમજૂતી કરવા માટે તૈયાર નહોતી. ભાજપ બિચારી રાહમાં સૂકાઈ રહી છે, ઈચ્છતા હોવા છતાં પણ ઉમેદવાર ઘોષિત કરી શકતી નથી. અલકા લાંબાએ પોતાના આ ટ્વીટમાં ભાજપને પણ લપેટમાં લીધુ. અલકાએ લખ્યુ કે કોંગ્રેસ અને આપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના કારણે ભાજપ પોતાના ઉમેદવારોનું એલાન નથી કરી શકતી.

કોંગ્રેસે આપ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કર્યો

આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાનીમાં લોકસભા ચૂંટણી માટે આપ સાથે ગઠબંધન કરવાનો ઈનકાર કરી દીધો છે. એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા આપ નેતાએ કહ્યુ કે તે હાલમાં જ ગાંધીને મળ્યા હતા અને કોંગ્રેસ નેતાએ આપ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કરી દીધો. કોંગ્રેસના દિલ્લી એકમના અધ્યક્ષ શીલા દીક્ષિતનો ગઠબંધન માટે સંપર્ક ન કર્યો તેમ પૂછતા મુખ્યમંત્રીએ કહ્યુ અમે રાહુલ ગાંધીને મળ્યા છે. દીક્ષિત મહત્વપૂર્ણ નેતા નથી. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ કોંગ્રેસ સાથે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરવાનો આગ્રહ કરી રહ્યા છે.

દિલ્લી કોંગ્રેસની અધ્યક્ષ શીલા દીક્ષિત હતા વિરોધમાં

દિલ્લી કોંગ્રેસની અધ્યક્ષ શીલા દીક્ષિત હતા વિરોધમાં

તમને જણાવી દઈએ કે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પોતાના તરફથી વારંવાર ભાજપને હરાવવા માટે ગઠબંધનની ઑફર આપતા રહ્યા છે. કેજરીવાલે દિલ્લી સાથે પંજાબ અને હરિયાણામાં પણ કોંગ્રેસને ગઠબંધનની ઑફર આપી છે. દિલ્લી કોંગ્રેસમાં પણ ગઠબંધન માટે એક મત નથી. પી સી ચાકોએ જ્યાં આપ સાથે ગઠબંધન માટે જોર આપી રહ્યા હતા તો શીલા દીક્ષિત આના વિરોધમાં હતા. પહેલા અજય માકન પણ ગઠબંધનના વિરોધમાં હતા પરંતુ બાદમાં તેમણે આનુ સમર્થન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ ડૉન દાઉદની બહેન હસીનાના ફ્લેટની 1.80 કરોડમાં હરાજી, જાણો કોણ હતી હસીના આપા? આ પણ વાંચોઃ ડૉન દાઉદની બહેન હસીનાના ફ્લેટની 1.80 કરોડમાં હરાજી, જાણો કોણ હતી હસીના આપા?

English summary
Aam Aadmi Party and Congress Why not in alliance Alka Lamba has opened secret
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X