For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPના રાજ્યસભાના ઉમેદવાર જાહેર, હાર્દિકના વિશ્વાસને સ્થાન નહી

બુધવારના રોજ આમ આદમી પાર્ટીએ પોતાના રાજ્યસભાના ઉમેદવારના નામોની જાહેરાત કરી હતી. આ નામોની જાહેરાત સાથે જ કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલને નિશાના પર લીધા હતા. આ અંગે વધુ વાંચો અહીં.

By Kajal
|
Google Oneindia Gujarati News

બુધવારના રોજ આમ આદમી પાર્ટીએ પોતાના રાજ્યસભાના ઉમેદવારના નામોની જાહેરાત કરી હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આપના નેતા મનિષ સિસોદીયાએ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમા સંજય સિંહ, અન.ડી. ગુપ્તા અને સુશીલ ગુપ્તાના નામ પર આપ પાર્ટીએ પસંદગીની મહોર મારી હતી. ઉમેદવારો વિશે વાત કરવામાં આવે તો સંજય સિંહ આપ પાર્ટીના સંયોજક છે, તેઓ ઘણા લાંબા સમયથી પાર્ટીમાં સંગઠનનું કામ સંભાળી રહ્યા છે. જ્યારે નવીન ગુપ્તા વ્યવસાયે સી.એ. છે અને આપ પાર્ટીના તમામ ફંડની માહિતી તેઓ રાખી રહ્યા છે. હવે વાત કરવામાં આવે સુશીલ ગુપ્તાની તો તેઓ વ્યવસાયે વેપારી છે, જેઓ થોડા સમયે પહેલા જ કોંગ્રેસ પાર્ટી છોડીને આપમાં જોડાયા હતા. આમ આપના ઉમેદવારમાં માત્ર એક જ વ્યક્તિની પસંદગી પાર્ટીમાંથી કરવામાં આવી છે. બાકી બન્ને લોકોનો પાર્ટી સાથે ઘણો દુરનો સંબંધ દેખાઇ રહ્યો છે. આ નામોની જાહેરાત સાથે જ કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલને નિશાના પર લેતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તમને મારીશું પણ શહીદ થવા નહી દઇએ. પરંતુ આજે હું તેમને અભિનંદન આપુ છું અને મારી શહાદતનો સ્વીકાર કરું છું.

Aap

ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમયથી કુમાર વિશ્વાસ અરવિંદ કેજરીવાલ પર પોતાને રાજ્યસભા મોકલવા પર દબાણ કરી રહ્યા હતા. પરંતુ આજે રાજ્યસભાના ઉમેદવારના નામોમાં તેમના નામનો સમાવેશ કરવામાં નથી આવ્યો. આ અંગે થોડા દિવસો પહેલા ગુજરાતના પાટીદાર નેતા તરીકે જાણીતા થયેલા હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપ પાર્ટીના કુમાર વિશ્વાર પર લખ્યું હતું, સંસદમાં ચાલતા ખોટા રાષ્ટ્રવાદીઓને જો કોઈ બંધ કરાવી શકે તેવો એક માત્ર વ્યક્તિ હોય તો એ કુમાર વિશ્વાસ છે. આપ પાર્ટી શા માટે તેમની પાસેની તક અને વ્યક્તિ બંન્નેને ખતમ કરી રહી છે.

English summary
Aam Aadmi party announce nd gupta sushil gupta sanjay singh aap rajya sabha candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X