આમ આદમી પાર્ટીએ નિયુક્ત કર્યા 5 નેશનલ જોઇન્ટ સેક્રેટરી, જાણો નવા ચહેરા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી (AAP)એ આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીની તૈયારીમાં જોડાઇ ગઇ છે. આ અંતર્ગત આમ આદમી પાર્ટીએ પાંચ નવા રાષ્ટ્રીય સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

AAP દ્વારા જે નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, તેમાં સુધીર વાઘાણી, ઉમેશ મકવાણા, હેમંત ખાવા, ભૂપત ભાયાણી અને પંકજ સિંહનો સમાવેશ થાય છે. પંકજ સિંહ AAPના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. સુધીર વાઘાણી, ઉમેશ મકવાણા, હેમંત ખાવા અને ભૂપત ભાયાણી ગુજરાતમાંથી પાર્ટીના ધારાસભ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, સામાજિક કાર્યકર અણ્ણા હજારે દ્વારા 2011માં મજબૂત લોકપાલની માંગ સાથે શરૂ કરવામાં આવેલી ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટીની હાલમાં દિલ્હી અને પંજાબમાં બે રાજ્યોમાં સરકારો છે.
AAPએ ગયા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ પૂરી તાકાતથી લડી હતી, પરંતુ પાર્ટીને અપેક્ષિત સફળતા મળી ન હતી. આ નવી જાહેરાત બાદ માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી જોરદાર તૈયારી સાથે લડી શકે છે.












Click it and Unblock the Notifications
