For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીએ ઓમકાર ભાટીને નોઈડાની જેવર વિધાનસભાની જવાબદારી સોંપી.

આમ આદમી પાર્ટી હવે નવા રાજ્યોમાં પગ ફેલાવવાની તૈયારી કરી રહી છે. હાલ પાર્ટી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પુરી તાકાત સાથે ચૂંટણી લડી રહી છે ત્યારે હવે પાર્ટીએ દિલ્હીની બહાર નોયડામાં પણ સંગઠન વિસ્તાર શરૂ કર્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી હવે નવા રાજ્યોમાં પગ ફેલાવવાની તૈયારી કરી રહી છે. હાલ પાર્ટી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પુરી તાકાત સાથે ચૂંટણી લડી રહી છે ત્યારે હવે પાર્ટીએ દિલ્હીની બહાર નોયડામાં પણ સંગઠન વિસ્તાર શરૂ કર્યો છે.

Omkar Bhati

મંગળવારે આમ આદમી પાર્ટી સંગઠનનું વિસ્તરણ કરતા ઓમકાર ભાટીને ગૌતમ બુદ્ધનગરના જેવર વિધાનસભા મતવિસ્તારના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ દ્વારા નોઈડા જિલ્લા કાર્યાલયની બેઠકમાં લેવાયો છે.

આમ આદમી પાર્ટી નોઈડામાં વિસ્તરણ કરી રહી છે ત્યારે જેવર જિલ્લા એકમ સંગઠનમાં પાર્ટીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્ર સિંહ જાદૌને જેવર વિધાનસભા મતવિસ્તારના પ્રમુખ તરીકે ડંકૌરના રહેવાસી ઓમકાર ભાટીને નિયુક્ત કર્યા છે. ભૂપેન્દ્ર જાદૌને આ બાબતે વાત કરતા જણાવ્યુ કે, ઓમકાર પાર્ટીમાં કાર્યકર તરીકે કામ કરતા હતા. પક્ષ પ્રત્યેની તેમની વફાદારી અને સમર્પણ જોઈને તેમને વિધાનસભા અધ્યક્ષની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ઓમકાર ભાટીએ કહ્યું કે, હું પાર્ટીની ટોચની નેતાગીરીનો આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ આપેલી જવાબદારીને હું પૂરી ઈમાનદારીથી નિભાવીશ. જેવર વિસ્તારમાં પાર્ટીને ઉંચાઈ પર લઈ જવાનું કામ કરીશ.

English summary
Aam Aadmi Party handed over the responsibility of Noida's Jewar Assembly to Omkar Bhati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X