લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પંજાબમાં તમામ પર ભારી, જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?

દેશમાં આવતા વર્ષે થવા જઈ રહેલી લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ તમામ પાર્ટીઓ કમર કસી રહી છે. આ તમામ ઘટના ક્રમ આ વચ્ચે પંજાબથી આમ આદમી પાર્ટી માટે એક સારા સમાચાર આવ્યા છે.

હાલમાં જ સામે આવેલા લેટેસ્ટ સર્વેમાં પંજાબમાં આમ આદમી પાર્ટી તમામ પક્ષોને પાછળ છોડીને લોકસભા ચૂંટણીમાં પણ ફતેહ કરવા જઈ રહી છે. ટાઈમ્સ નાઉ નવભારતના લેટેસ્ટ સર્વે અનુસાર, આવનારી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પંજાબની સૌથી મોટી પાર્ટી બની રહી છે.

Aam Aadmi Party

પાર્ટી પ્રમાણે મતની ટકાવારી
આમ આદમી પાર્ટી - 32.10 ટકા
બીજેપી - 15.30 ટકા
શિરોમણી અકાલી દળ - 21.70 ટકા
કોંગ્રેસ - 26.80 ટકા
અન્ય - 4.10 ટકા

આ સર્વેના આંકડા કહી રહ્યા છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ હજુ પણ યથાવત છે. 2022માં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ હજુ પણ લોકો આમ આદમી પાર્ટીને મત આપવા માટે તૈયાર છે.

પંજાબમાં AAPની વધતી જતી લોકપ્રિયતાની ઝલક જલંધર લોકસભા સીટ પર પેટા ચૂંટણીમાં પણ જોવા મળી હતી. આ સર્વે પર વિશ્વાસ કરીએ તો, આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં પણ લોકોનો વિશ્વાસ સાચવી રહી છે.

રાજકીય નિષ્ણાતો અનુસાર, રાષ્ટ્રીય પાર્ટી બન્યા બાદ આમ આદમી પાર્ટી હવે વધુ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. હવે આમ આદમી પાર્ટી પર છે કે તે ભવિષ્યમાં પંજાબમાં પોતાની છબિ જાળવી શકે છે કે કેમ? આમ આદમી પાર્ટી પાસે હાલમાં 543 લોકસભામાં માત્ર એક જ સભ્ય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X