મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં સમગ્ર દિલ્લીમાં 2500 શેરી સભાઓ યોજશે આમ આદમી પાર્ટી
ભાજપની સરમુખત્યારશાહી વિશે જણાવવા માટે આમ આદમી પાર્ટી દિલ્લીમાં 2500 શેરી સભાઓ કરશે.

નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એક્સાઈઝ પૉલિસી કેસમાં ધરપકડ થયા બાદ હવે પાર્ટી લોકો સુધી પહોંચવા અને તેમને ભાજપની સરમુખત્યારશાહી વિશે જણાવવા માટે દિલ્લીમાં 2500 શેરી સભાઓ કરશે. ગુરુવારે દિલ્લીના રાજ્ય સંયોજક ગોપાલ રાયની અધ્યક્ષતામાં એક સંગઠનાત્મક બેઠક થઈ અને રાજ્ય એકમે નિવાસીઓ સુધી પહોંચવા અને તેમને મોદી સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ વિશે સૂચિત કરવા માટે મોહલ્લા સભા અને શેરી સભા આયોજિત કરવાનો નિર્ણય કર્યો.
દિલ્લીના બધા 70 વિધાનસભા વિસ્તારોમાં યોજાશે સ્વયંસેવક બેઠક
ગોપાલ રાયે કહ્યુ કે ભાજપને બેનકાબ કરવા માટે 3 માર્ચે દિલ્લીના બધા 70 વિધાનસભા વિસ્તારોમાં સ્વયંસેવક બેઠક આયોજિત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી 4 માર્ચે રાજ્ય સ્તરે મોહલ્લા બેઠક કરશે તેમજ 6 અને 7 માર્ચે દિલ્લીના દરેક મતદાન મથક પર બેઠકોનુ આયોજન કરવામાં આવશે. છેલ્લે 10 માર્ચે, દરેક રહેવાસીઓ સુધી પહોંચવા માટે દિલ્લીના દરેક વિસ્તારમાં શેરી સભાઓનુ આયોજન કરવામાં આવશે.
'વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરમુખત્યારશાહી અભિગમ અપનાવ્યો છે'
નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 'આમ આદમી પાર્ટી દિલ્લીના 2,500થી વધુ મોહલ્લાઓમાં મોહલ્લા સભાઓનુ આયોજન કરશે, જ્યાં લોકોને ભાજપની તાનાશાહી વિશે જણાવવામાં આવશે.' દિલ્લી સરકારમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વધુમાં કહ્યુ કે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરમુખત્યારશાહી અભિગમ અપનાવ્યો છે અને દેશના શ્રેષ્ઠ શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે અને સત્યેન્દ્ર જૈનને જેલમાં રાખવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કર્યો છે.'
'ભાજપના દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવામાં આવશે'
બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યો અને કાઉન્સિલરો સાથે બેઠક યોજી હતી અને તેમને લોકો સુધી પહોંચવા અને મામલાની સત્યતા વિશે જણાવવા કહ્યુ હતુ. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ભાજપના દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યુ, 'અમે દિલ્લીના દરેક વિસ્તારમાં શેરી સભાઓ કરીશુ અને આમ આદમી પાર્ટીને રોકવા માટે વડા પ્રધાન દ્વારા ઘડવામાં આવેલા ષડયંત્રને સામે લાવીશુ. અમારા નેતાઓની આ કારણોસર ધરપકડ કરવામાં આવી છે અને અમે લોકોને તેના વિશે જણાવવા માંગીએ છીએ.'
સીએમ કેજરીવાલે કહ્યુ કે, 'આ યોગ્ય નથી'
ગોપાલ રાયે કહ્યુ કે હાલમાં રાજ્ય સ્તરે પહેલ કરવામાં આવી રહી છે, પરંતુ ટૂંક સમયમાં પાર્ટી રાષ્ટ્રીય સ્તરે પણ કાર્યક્રમોનુ આયોજન કરશે. બુધવારે અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે, 'પાર્ટીના વરિષ્ઠ નેતાઓ લોકોને જણાવશે કે શું થઈ રહ્યુ છે. એક સમય હતો જ્યારે (ભૂતપૂર્વ વડા પ્રધાન) ઈન્દિરા ગાંધી ચરમસીમા જતા રહ્યા હતા, આજે પીએમ મોદી ચરમસીમાએ જઈ રહ્યા છે. જ્યારે અતિ થાય છે ત્યારે કુદરત પોતાનુ કામ કરે છે. સર્વશક્તિમાન પોતાના બળનો ઉપયોગ કરે છે. આ યોગ્ય નથી (જે થઈ રહ્યુ છે) લોકો જોઈ રહ્યા છે અને તેઓ ગુસ્સમાં છે.'












Click it and Unblock the Notifications
