Jammu and Kashmir Assembly elections : જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડશે AAP, સંદિપ પાઠકે આપી જાણકારી
Jammu and Kashmir Assembly elections : રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, AAP જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા અને પંચાયતની ચૂંટણી લડશે.
Jammu and Kashmir Assembly elections : આમ આદમી પાર્ટીએ સોમવારના રોજ જાહેરાત કરી હતી કે, AAP જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદિપ પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી લડશે AAP
આ બેઠકમાં આમ આદમી પાર્ટીના જમ્મુ અને કાશ્મીર ચૂંટણી પ્રભારી ઈમરાન હુસૈન તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાર્ટીના એકમના પદાધિકારીઓએ હાજરી આપી હતી.
આ બેઠકને સંબોધતા રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા અને પંચાયતની ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટીને મજબૂત કરવા સ્થાનિક નેતાઓને અપાઈ સૂચના
સંદીપ પાઠકે AAP ના જમ્મુ અને કાશ્મીર એકમના નેતૃત્વને દરેક નગર અને ગામડાઓમાં આમ આદમી પાર્ટીના પાયાને મજબૂત કરવા માટેના પ્રયત્નો વધારવા જણાવ્યું હતું. આ સાથે સંદીપ પાઠકે કેન્દ્રશાસિત પ્રદેશને લઈને APP ના કાર્ય અને માળખાકીય વિકાસની પણ સમીક્ષા કરી હતી.

બેઠકમાં ચૂંટણીને લઈને થઇ ચર્ચા
AAP એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના AAP નેતૃત્વને અગાઉ બોલાવવામાં આવેલી પાર્ટીની પ્રવૃત્તિઓ અનેપાયાના સ્તરે પાર્ટીને મજબૂત કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, J&K AAP કેડરની આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી ચૂંટણીઓ માટેની ચૂંટણી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે વિધાનસભા ચૂંટણીઓ, પંચાયત ચૂંટણીઓ અને મ્યુનિસિપલ ચૂંટણીઓ પર મુખ્ય ભાર મૂકીને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં અનેક નેતાઓએ ભાગ લીધો
એક નિવેદનમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બેઠકમાં AAPના પ્રમુખો અને વિવિધ સમિતિઓના સહ-પ્રમુખો અને આમ આદમી પાર્ટીના જમ્મુ અને કાશ્મીર એકમના તમામ જિલ્લા પ્રમુખોએ હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
