For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ

પોતાનો સાથ નિભાવવા માટે બોલિવુડ અભિનેતા આમિર ખાન અને સલમાન ખાનને પણ ટેગ કર્યા છે. આમિર ખાને પીએમ મોદીને પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019નું એલાન થઈ ચૂક્યુ છે. 11 એપ્રિલના રોજ આ મહાસંગ્રામ માટે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. એવામાં દરેક પાર્ટી ઈચ્છી રહી છે કે વધુમાં વધુ સંખ્યામાં મતદારો પોલિંગ બુથ સુધી પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાને ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને યુવાનોને વોટિંગ કરવાની અપીલ કરી છે. તેમણે લખ્યુ છે કે મતદાન માત્ર અધિકાર નથી પરંતુ એક ફરજ પણ છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાનો સાથ નિભાવવા માટે બોલિવુડ અભિનેતા આમિર ખાન અને સલમાન ખાનને પણ ટેગ કર્યા છે. ટેગ કરવા પાછળ પીએમ મોદીનો હેતુ છે કે તે નવયુવાનોનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે. હવે આમિર ખાને પીએમ મોદીને પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે.

amir-pm modi

મોદીજીએ બંને એક્ટર્સને ટેગ કરીને લખ્યુ છે - આ સમય તમારા પોતાના અંદાજમાં યુવાનોને મતદાન માટે પ્રેરિત કરવાનો છે જેથી આપણે પોતાનું લોકતંત્ર અને પોતાનો દેશ મજૂબત કરી શકે. અમે બધા જાણીએ છે કે નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર કેટલા સક્રિય રહે છે. તે સારી રીતે જાણે છે કે તેમના આ કામને અંજામ આપવામાં બોલિવુડનું કોણ કોણ તેમને મદદ કરી શકે છે.

વળી મોદીના આ ટ્વીટનો જવાબ આપીને આમિર ખાને પોતાના જ અંદાજમાં લખ્યુ છે કે, 'એકદમ સાચુ સર, માનનીય પીએમ! આવો આપણે બધા દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નાગરિક રૂપે જોડાય છે. આવો આપણે પોતાની જવાબદારીને પૂરી કરીએ અને પોતાનો અવાજ સાંભળીને પોતાના અધિકારનો લાભ ઉઠાવીએ. મત આપીએ.!'
પીએમ મોદીએ આ ઉપરાંત અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, રતન ટાટા, આનંદ મહિન્દ્રા, પી વી સિંધુ, સાઈના નહેવાલ, એસ કિદાંબી જેવા દિગ્ગજોને પણ ચૂંટણીમાં લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો. અમિતાભ બચ્ચને પણ પીએમ મોદીને જવાબ આપ્યો છે.

તેમણે લખ્યુ છે કે આદરણીય નરેન્દ્ર મોદીજી, 900 મિલિયન મતદારો, 543 વિજેતા. દરેક મત બંધારણની સર્વોચ્ચતા માટે છે. બંધારણ લોકતંત્રનું પવિત્ર પુસ્તક છે. 9 કરોડ મતાદોમાંથી 6 કરોડ મતદારો 35 વર્ષથી ઓછી વયના છે. યુવાનો કાલ વિશે સવાલ પૂછે છે ગઈકાલ વિશે નહિ! એટલા માટે આવનારા કાલ માટે મત આપો!

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ માર્યો ટોણો, 'જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ માર્યો ટોણો, 'જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'

English summary
Aamir Khan, Amitabh Bachchan Respond To PM Narendra Modi's Request To Help Bring Out The Vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X