For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકારણની આઇટમ ગર્લ છે આદ આદમી પાર્ટી: ચેતન ભગત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: ચર્ચિત લેખક ચેતન ભગતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધરણા માટે આ નવા રાજકીય પક્ષ પર નિશાન તાકતાં 'આમ આદમી પાર્ટીને રાજકારણની આઇટમ ગર્લ' કહી છે.

ચેતન ભગતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની કેબિનેટના બે દિવસના ધરણાની નિંદા કરતાં તેમના આ પ્રકારના પગલાંથી તે ' શરમાઇ' ગયા છે.

ચેતન ભગતે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે 'આમ આદમી પાર્ટીએ' ખરેખર શરમજનક સ્થિતી મૂક્યો છે. તેમની કરતૂતોથી હું શરમ અનુભવું છું. જો નફા-નુકસાન મુજબ તેનું વિશ્લેષણ કરીએ, તો કંઇક નિકળ્યું નથી. લેખક ચેતન ભગતે ઉલ્લેખ કર્યો હતો કે આમ આદમી પાર્ટીના પ્રદર્શન બાદ બે પોલીસ અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા પરંતુ 'પાર્ટીના કારણે રાજધાની સ્થગિત થઇ ગઇ, પોલીસ બળ હતોત્સાહિત થયું અને વેપારી ભાવના નબળી પડી.'

aap-chetan-bhagat

તેમને કહ્યું હતું કે 'તે લોકસભાની ચૂંટણીમાં આવવા માટે ઉતાવળી છે. તે સતત મહત્વ ઇચ્છે છે અને જેમ કે બૉલીવુડમાં કોઇ કલાકારને મહત્વ ન આપવામાં આવે તે આઇટમ ગર્લ બની જાય છે. આમ આદમી પાર્ટી ભારતીય રાજકારણની ' આઇટમ ગર્લ બની ગઇ છે અને આઇટમ ગર્લ વધુ અંતર કાપી ન શકે.

English summary
Best-selling author Chetan Bhagat, an ardent supporter of AAP, on Wednesday lashed out at the new political outfit for the dharna in Delhi by calling it an "item girl of politics".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X