For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપનો દાવો - અમારા ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે આપવામાં આવી 5 કરોડની ઑફર

દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે ફરી એકવાર ભાજપ પર પોતાની પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે ફરી એકવાર ભાજપ પર પોતાની પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ આમ આદમીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે AAPના ધારાસભ્યોએ પાર્ટી છોડવા અને ભાજપમાં જોડાવા માટે 5 કરોડ રુપિયાની ઑફર કરી હતી. પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યુ કે પરંતુ એક વાર ફરીથી અમારી પાર્ટીએ ભાજપના ઑપરેશન લોટસને નિષ્ફળ બનાવ્યુ છે. તેમણે કહ્યુ કે ભાજપનુ ઑપરેશન લોટસ દિલ્લીમાં ના ચાલ્યુ.

aap

જનતાને ચૂંટેલી સરકાર ભાજપ પાડી દે છે

AAPએ કહ્યુ કે આ ભાજપની જૂની વ્યૂહરચના રહી છે, લોકો રાજ્યોમાં સરકાર પસંદ કરે છે અને ભાજપ આવા ઑપરેશન લોટસ ચલાવીને સરકારને પાડી દે છે. ભારદ્વાજે કહ્યુ કે ભાજપ રાજ્ય સરકારો અને ગઠબંધનને તોડીને જનતાના જનાદેશ સાથે દગો કરીને 'ઑપરેશન લોટસ'ની સ્થાપના કરી રહી છે. પ્રવક્તાએ ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના ઉદાહરણો ટાંક્યા.

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ વિશે કર્યા હતા ચોંકાવનારા ખુલાસા

સોમવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક ચોંકાવનારો દાવો કર્યો હતો, જેમાં ઘટસ્ફોટ કર્યો હતો કે જો તેઓ ભગવા પાર્ટીમાં જોડાય તો ભાજપે તેમની સામે ચાલી રહેલા તમામ સીબીઆઈ કેસો છોડી દેવાની અને તેમને મુખ્યમંત્રી પદ સોંપવાની ઑફર કરી હતી.

English summary
AAP claimed that our MLAs were offered Rs 5 crore to join BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X