AAP એ કોંગ્રેસ સામે મૂકી નવી શરત, રાહુલ ગાંધી વિશે કહી આ વાત
નવી દિલ્હી : 2024 લોકોસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલ દેશના મોટાભાગના વિપક્ષો એક સાથે આવવા માટે બેઠકો યોજી રહ્યા છે. આ વચ્ચે વિપક્ષી એકતા પર આમ આદમી પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જો કોંગ્રેસ સંસદમાં દિલ્હી વટહુકમનો વિરોધ નહીં કરે તો AAP કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધનો ભાગ નહીં બને.
હવે AAPએ કોંગ્રેસ સામે નવી શરત મૂકી છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે જણાવ્યું છે કે, કોંગ્રેસે રાહુલ ગાંધીને ત્રીજી વખત નેતા તરીકે રજૂ ન કરવા જોઈએ.

બંધારણ બચાવવાના કોંગ્રેસના મિશન પર પ્રકાશ પાથરતા AAP નેતાએ જણાવ્યું હતું કે, જો દેશને બચાવવો હોય તો કોંગ્રેસે પહેલા જાહેર કરવું જોઈએ કે, તે ત્રીજી વખત રાહુલ ગાંધી પર દાવ નહીં લગાવે અને વિપક્ષ પર દબાણ નહીં કરે. દેશના હિતમાં બંધારણને બચાવવું વધુ જરૂરી છે.
AAPના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને AAPના રાજ્યસભાના સાંસદો રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહે 23 જૂનના રોજ પટનામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર દ્વારા બોલાવવામાં આવેલી વિરોધ પક્ષોની મેગા બેઠકમાં હાજરી આપી હતી.
AAPના નેતાઓ સંયુક્ત નિવેદન માટે બેઠકમાં રોકાયા ન હતા અને લંચ પછી દિલ્હી પાછા ફર્યા હતા. દિલ્હીથી AAPએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, જો કોંગ્રેસ દિલ્હી અધ્યાદેશ મુદ્દે AAPને સમર્થન નહીં આપે, તો કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન ખૂબ મુશ્કેલ હશે.
મીટિંગમાં જ્યાં કેજરીવાલે રાહુલ ગાંધી સાથે સીધી વાત કરી અને મતભેદો ભૂલીને આગળ વધવા વિનંતી કરી, રાહુલ ગાંધીએ તેમને જણાવ્યું હતું કે, વટહુકમ પર ચર્ચા કરવાની પ્રક્રિયા છે. બેઠકમાં હાજર રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે ચા કે લંચને લઈને તેમના મતભેદો ઉકેલવા જોઈએ.
અહેવાલો અનુસાર, બેઠકમાં મલ્લિકાર્જૂન ખડગેએ AAPના આરોપો પર વળતો પ્રહાર કર્યો અને જણાવ્યું હતું કે, AAPના પ્રવક્તા કોંગ્રેસ પર આરોપો લગાવી રહ્યા છે. પ્રિયંકા કક્કરે હુમલો વેગ આપ્યો અને દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે સમજૂતી થઈ છે કે, કોંગ્રેસ દિલ્હી વટહુકમનું સમર્થન કરશે તે પછી આ બન્યું. કોંગ્રેસના નેતા અજય માકને કલમ 370 નાબૂદ કરવા માટે કેજરીવાલના સમર્થનને ટાંકીને પૂછ્યું કે, બી ટીમ કોણ છે.












Click it and Unblock the Notifications
