For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂ આપીને મત ખરીદનારાની જાસૂસી કરશે ‘આપ’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ડિસેમ્બરઃ 4 ડિસેમ્બરે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. ચૂંટણી પ્રચારના રણકાર થમી ગયા છે અને હવે મતદાતાઓને લલચાવવાનું કામ દારૂ અને કબાબ પર છે. આ ક્રમમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં દારૂ વેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે બાદલી વિસ્તારમાં રેડ પાડીને સેંકડો બોટલને જપ્ત કરી છે. જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ જાસૂસી કેમેરાની મદદથી આ લોકોને બેનકાબ કરવાની જવાબદારી ઉઠાવી છે, જે દારૂ થકી મત ખરીદવાના પ્રયાસો કરી રહ્યાં છે. દિલ્હીના અલગ અલગ વિસ્તારો પર આમ આદમી પાર્ટીના 2000 જાસૂસી કેમેરા લાગેલા છે.

aam-aadmi-party
મતદાન પહેલાના 24 કલાકની લડાઇને અંજામ સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીએ એક નવો હથિયાર અપનાવ્યો છે. આ હથિયારનું નામ છે, જાસૂસી કેમેરા. આપના કાર્યકર્તા આ હથિયાર સાથે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને દિલ્હીના વિભિન્ન વિસ્તારોમાં ફેલાયા છે. આમ આદમી પાર્ટી અનુસાર તેમને પહેલી સફળતા મળી ગઇ છે. કાર્યકર્તાઓ અનુસાર બાદલી ગામમાં દારૂની બોતલોને જાસૂસી કેમેરામાં કેદ કરી લીધી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે, આ બોટલોનો ઉપયોગ મત ખરીદવા માટે કરવામાં આવવાનો હતો.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું કે, અમારી પાર્ટીએ હાઇ રિઝોલ્યુશનવાળા 2000 જાસૂસી કેમેરા ખરીદ્યા છે. આ કેમેરાના દિલ્હીની ઝુપડપટ્ટીઓ, ગ્રામીણ વિસ્તાર અને પુર્નવાસ કોલોનીઓમાં લગાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે, આ કેમેરા રાતના અંધારાની સ્પષ્ટ તસવીરો લઇ શકે છે. આ કેમેરાનો ઉપયોગ કરવા માટે આમ આદમી પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપી છે. જો કોઇ પાર્ટીએ મતદારોને ખરીદવા માટે દારૂ અને નોટ વેચવાનો પ્રયત્ન કર્યો, તો તેની હરકતો કેમેરામાં કેદ થઇ જશે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, કેમેરાની રેકોર્ડિંગને ચૂંટણી આયોગમાં દઇ દેવામાં આવશે, જેથી તે દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, તે ના તો મત ખરીદશ અને ના તો કોઇને આમ કરવા દેશે, પરંતુ બીજી પાર્ટીઓ આવું કરવામાં લાગેલી છે, તેથી તેમને બેનકાબ કરવા માટે જાસૂસી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

English summary
To counter any attempt by its rivals to woo voters through distribution of cash and liquor, Aam Aadmi Party has installed 2,000 high resolution spy cameras in and around slums of Delhi and said it was their attempt to end the age-old practice of buying votes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X