ફેસબુક પર દુષ્પ્રચાર, અલકા લાંબાએ દાખલ કરી ફરિયાદ

આમ આદમી પાર્ટીની નેતા અલકા લાંબાએ લક્ષ્મી નગરના ધારાસભ્ય વિનોદ કુમાર બિન્ની સહિત 30 લોકો વિરૂદ્ધ લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી છે. અલકા લાંબાનો આરોપ છે કે બિન્ની ફેસબુક પર પોતાના વિરૂદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યાં હતા કે હું સેક્સ રેકેટ ચલાવું છું.
જો કે અલકા લાંબાએ કહ્યું કે વિનોદ બિન્નીએ એક બનાવટી સમાચારના કટિંગને ફેસબુક પર અપલોડ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સેક્સ રેકેટ ચલાવનાર અલકાના ઘરે પોલીસે રેડ પાડી અને ઘટનાસ્થળેથી મારી સાથે 3 છોકરીઓ અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે.
અલકાએ આરોપ લગાવ્યો હતો કે બિન્ની આ કટિંગનો ઉપયોગ કરી તેમને બદનામ કરી રહ્યાં છે. તો બીજી તરફ અલકા લાંબાના આરોપોને નકારી કાઢતાં વિનોદ બિન્નીએ કહ્યું કે મારા નામથી ફેસબુક પર ઘણી બનાવટી પ્રોફાઇલ બનેલી છે, હું પણ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરી ચુકી છું. પોલીસે જણાવ્યું હતું કે અલકા લાંબાની ફરિયાદની તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
