પાકિસ્તાનીઓ માટે તો મોદીનો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો જ કાફી છે: કુમાર વિશ્વાસ
નવી દિલ્હી, 24 જાન્યુઆરી: દિલ્હી ચૂંટણીના રાજકીય જંગમાં નિવેદનોનો દૌર ચાલુ થઇ ગયો છે. દરેક પક્ષના નેતાઓ એકબીજાની પર પ્રહારો કરવામાં લાગી ગયા છે. કોઇ પક્ષ બદલીને પ્રહાર કરે છે જ્યારે કોઇ પક્ષ બદલે છે એટલા માટે બને છે નિશાનો. એટલું જ નહીં નેતાઓના જૂના નિવેદન અને ટ્વિટર પર કરવામાં આવેલા જૂના ટ્વિટ આ વખતે ચૂંટણી પ્રચારમાં નેતાઓ માટે મોટું હથિયાર બનીને સામે આવ્યું છે.

કુમાર વિશ્વાસે 2009માં નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાન માટે નરેન્દ્ર મોદીનો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો જ કાફી છે. તેમણે જણાવ્યું કે જો પાકિસ્તાનીઓના પેટમાં પણ દુ:ખાવો થાય છે તો તેમને મોદીનો માત્ર પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો બતાવવાથી જ તેમનો દુ:ખાવો દૂર થઇ જાય છે.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
