Delhi Liquor Scam: મનીષ સિસોદિયાના જામીન પર નિર્મય આજે
Delhi Liquor Scam: આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે આજ પોતાનો નિર્ણય કરશે. મનીષ સિસોદિયા દારુ નીતિ કૌભંડમાં તિહાડ જેલમાં બંધ છે. 3 જુનના હાઇકોર્ટમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે.

જણાવી દઇએ કે, સિસોદિયાએ પોતાની જામીન અરજીમાં કહ્યુ હતુ કે, તેની બિમાર પત્નીની દેખભાળ રાખવા માટે તે એક માત્ર પરિવારના સભ્ય છે. જેથી તેમને વચ્ચ ગાળાના જામીન મળવા જોઇએ.
કોર્ટે 3 જુને જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સાથે જ કોર્ટે એલએનજેપી હોસ્પિટલથી મનીષ સિસોદિયાની પત્નીના સ્વાસ્થ્યને લઇને રિપોર્ટ માંગી હતી.
મનીષ સિસોદિયાએ જામીનનું ઇડી તરફથી કોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો ચે. સિસોદિયાને 26 ફેબ્રુઆરીના દારુના કોન્ટ્રાક્ટ આપવાના કૌભાંડને લઇને તેમની કથિત ભૂમિકાનો આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
જણાવી દઇએ કે, આ પહેલા મનીષ સિસોદિયા પોતાની પત્નીને મળવા માટે દિલ્હી સ્થિત પોતાના આવાસ પર પહોચ્ા હતા. કોર્ટે સિસોદિયાને સવારે 10 થી સાંજના 5 વા્ગ્યા સુધીનો સમય આપ્યો હતો .
રવિવારે જ્યારે સિસોદિયા ઘરે પહોચ્યા તો તેમની પત્ની સીમાની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ હતી. અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે સિસોદિયાને ફક્ત ઘરે જવાની પરવાંગી આપી હતી. જેના લીધે તે હોસ્પિટલ ના જઇ શક્યા અને પોતાની પત્નીને ના મળી શક્યા. દિલ્હી પોલીસની સુરક્ષા વચ્ચે સિસોદિયા પોતાના ઘર પર રહ્યા અને પરત જેલ જતા રહ્યા હતા.












Click it and Unblock the Notifications
