For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર

દિલ્હીમાં લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગે એક મોટી ખબર આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગે એક મોટી ખબર આવી રહી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે વાતચીત શરુ કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સદસ્ય સંજય સિંહએ મંગળવારે કેન્દ્રીય મંત્રી શરદ પવાર સાથે મુલાકાત કરી. માનવામાં આવી રહ્યું છે કે શરદ પવાર હાલમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવાની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: ટિકિટ વહેંચણી પહેલા, પોતાના જ થઈ રહ્યા છે પારકા

દિલ્હીમાં આમ આદમી પાર્ટી 5 સીટો પર ચૂંટણી લડવા માંગે છે: સૂત્ર

દિલ્હીમાં આમ આદમી પાર્ટી 5 સીટો પર ચૂંટણી લડવા માંગે છે: સૂત્ર

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની ખબરને કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સૂત્રો અનુસાર આમ આદમી પાર્ટી પંજાબમાં ત્રણ, હરિયાણામાં 2 અને દિલ્હીમાં 5 સીટો પર ચૂંટણી લડવા માંગે છે. સૂત્રો અનુસાર સંજય સિંહએ શરદ પવારને ગઠબંધન માટે રાહુલ ગાંધી સાથે વાતચીત કરવા માટે અનુરોધ કર્યો છે.

શરદ પવાર મુખ્ય સુત્રધારની ભૂમિકામાં

શરદ પવાર મુખ્ય સુત્રધારની ભૂમિકામાં

ખબર આવી રહી છે કે આમ આદમી પાર્ટીના પ્રસ્તાવ પર કોંગ્રેસ ઘ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી જયારે આમ આદમી નેતાઓએ પણ શરદ પવાર ઘ્વારા ગઠબંધનની કોશિશ પર કોઈ જવાબ નથી આપ્યો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અંદરખાને હજુ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનની કોશિશ ચાલુ છે. સંજય સિંહએ કહ્યું છે કે બધી જ પાર્ટીએ પોતાના મતભેદ ભૂલવા પડશે. દેશ અને સંવિધાન બચાવવા માટે ભાજપ સામે ભેગા થવું જ પડશે.

આપે 7 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે

આપે 7 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે

આ પહેલા અરવિંદ કેજરીવાલ એવી કહી રહ્યા હતા કે દિલ્હીમાં કોંગ્રેસ ગઠબંધન કરવા માટે તૈયાર નથી આવું કરીને તેઓ ભાજપને ફાયદો પહોંચાડી રહી છે. અરવિંદ કેજરીવાલે એવું પણ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે. જયારે બીજી બાજુ શીલા દીક્ષિતે પણ આપ સાથે ગઠબંધનની ખબરોને નકારી દીધી હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 7 ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે.

English summary
AAP made a fresh bid to forge an alliance with the Congress, sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X