રાજીવ ગાંધીના ભારત રત્ન પર AAPમાં ઘમાસાણ, અલકા લાંબા બરતરફ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા પાસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ માંગ્યુ હતુ જે બાદ તેમની પાર્ટીમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા પાસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ માંગ્યુ હતુ જે બાદ તેમની પાર્ટીમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે. દિલ્લીની આપ સરકારે 1984માં સિખ વિરોધી રમખાણોના વિરોધમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવા માટે શુક્રવારે સંસદમાં એક પ્રસ્તાવ લાવ્યો હતો જે બાદ અલકા લાંબાએ વિરોધ કરતા સંસદમાંથી વૉક આઉટ કરી દીધુ હતુ. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાર્ટી હાઈ કમાન્ડે લાંબાનું પક્ષમાંથી પ્રાથમિક સભ્યપદ પણ રદ કરી દીધુ છે.

અલકાએ કર્યુ હતુ સંસદમાંથી વૉકઆઉટ
રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પાછો લેવાના પ્રસ્તાવના વિરોધમાં અલકા લાંબાએ સંસદમાંથી વૉક આઉટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરીને પાર્ટી તરફથી કોઈ પણ સજા ભોગવવા માટેની પણ વાત કહી હતી. જો કે બાદમાં પાર્ટીએ આ પ્રસ્તાવ પર યુટર્ન લઈ લીધો. સૂત્રો મુજબ પાર્ટીથી અલગ ચાલવાના વિરોધના કારણે કેજરીવાલે લાંબા પર નારાજગી વ્યક્ત કરીને રાજીનામુ માંગ્યુ હતુ. લાંબા સાથે પાર્ટી ધારાસભ્ય સોમનાથ ભારતીએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો જેમની પણ પ્રવકતાઓની પેનલમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે.

‘હું સજા ભોગવવા તૈયાર'
ચાંદની ચોકમાંથી ધારાસભ્ય લાંબાએ ટ્વિટ કરીને કહ્યુ, ‘આજે દિલ્લી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો કે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીજીને આપવામાં આવેલ ભારત રત્ન પાછો લેવો જોઈએ, મને મારા ભાષણમાં આનુ સમર્થન કરવા માટે કહેવામાં આવ્યુ જે મને મંજૂર નહોતુ. મે સંસદમાંથી વૉકઆઉટ કસર્યુ. હવે આની જે સદા મળશે, તેના માટે હું તૈયાર છુ.' જો કે આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યુ છે કે રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન છીનવવો આ પ્રસ્તાવનો મૂળ હિસ્સો નથી. તેમણે કહ્યુ કે મૂળ પ્રસ્તાવમાં અમે 1984ના નરસંહારના દોષિતોને વહેલા વહેલી તકે સજા અપાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની માંગ કરી હતી. રાજીવ ગાંધીના ભારત રત્ન સાથે જોડાયેલા અમેન્ડમેન્ટ સોમનાથ ભારતીએ પોતાના હાથેથી લખ્યા હતા.

સિખ વિરોધી રમખાણો સામે લાવવામાં આવ્યો પ્રસ્તાવ
આપ ધારાસભ્ય જરનૈલ સિંહ તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ કે દિલ્લી સરકારે ગૃહ મંત્રાલયને કડક શબ્દોમાં એ લખીને આપવુ જોઈએ કે રાષ્ટ્રીય રાજધાનીના ઈતિહાસના સર્વાધિક બિભત્સ નરસંહારના પીડિતોના પરિવાર અને તેમના પોતાના ન્યાયથી વંચિત છે. સંસદે સરકારને નિર્દેશ આપ્યા કે તે ગૃહમંત્રાલયને કહે કે તે ભારતના ઘરેલુ ગુનાહિત કાયદાઓમાં માનવાતા સામેના ગુના તેમજ નરસંહારને ખાસકરીને શામેલ કરવા માટે બધા મહત્વપૂર્ણ અને જરૂરી પગલાં લે. સિંહે કહ્યુ, ‘દિલ્લી વિધાનસભાએ વર્ષ 1984ના સિખ વિરોધી રમખાણોને રાજધાનીના ઈતિહાસનો સૌથી બર્બર નરસંહાર ગણાવ્યો છે. અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરીએ છીએ કે તે રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રત્ન પુરસ્કાર પાછો લે.'












Click it and Unblock the Notifications
