For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAP ધારાસભ્ય આતિશી આજે કરશે UNને સંબોધિત, હવે દુનિયા જાણશે દિલ્લી મૉડલ સ્કૂલની ખૂબીઓ

આમ આદમી પાર્ટી(આપ) નેતા આતિશી સુશાસનના દિલ્લી મૉડલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી(આપ) નેતા આતિશી સુશાસનના દિલ્લી મૉડલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. દિલ્લીના કાલકાજી સીટથી ધારાસભ્ય આતિશી ન્યૂયૉર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મુખ્યાલયમાં આજે એટલે કે ગુરુવારે 'ન્યૂ અર્બન એજન્ડા'ને સંબોધિત કરશે અને દિલ્લી સરકારની નીતિઓથી દુનિયાને વાકેફ કરાવશે.

atishi

બુધવારે તબક્કાવાર ટ્વિટમાં આતિશીએ કહ્યુ, 'દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ મૉડલની સરકાર દુનિયાભરના તમામ શહેરોમાં અને દેશો સમક્ષ આવનારા પડકારોનો ઉકેલ આપી શકે છે. આ જ કારણ છે કે દુનિયા દિલ્લી મૉડલ વિશે જાણવા માંગે છે.' આતિશીના કાર્યાલયથી જાહેર કરાયેલ નિવેદન મુજબ અરવિંદ કેજરીવાલ સરકારની જનહિતની નીતિઓએ દિલ્લીની જનતાને સરળ, ગુણવત્તાપૂર્ણ મૌલિક સુવિધાઓ પૂરી પાડી છે.

આતિશી તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્લી સરકારની નીતિઓએ લોકોના જીવનને સરળ બનાવ્યુ છે અને હવે દુનિયાભરના લોકોને તેમાં રસ છે અને તે ચર્ચાનો વિષય બની ગયો છે. તમને જણાવી દઈએ કે યુએનજીએ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 28 એપ્રિલે 'ન્યૂ અર્બન એજન્ડા'ના કાર્યાન્વય પર એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકનો ઉદ્દેશ 'ન્યૂ અર્બન એજન્ડાના કાર્યાન્વયમાં પ્રગતિનુ મૂલ્યાંકન કરવાનો અને દેશ, રાજ્યોના સભ્યો વચ્ચે અનુભવો નિરંતર આદાન-પ્રદાનની સુવિધાને સરળ બનાવવાનો છે.

English summary
AAP MLA Atishi will address UNGA today, Make the world aware of Delhi government policies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X