For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ ધારાસભ્ય સોમનાથ ભારતીનો આરોપ, ભાજપ તેમને હનીટ્રેપમાં ફસાવવાની કોશિશ કરી રહી છે

હવે AAP ધારાસભ્ય સોમનાથ ભારતીએ ભાજપ પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ તપાસ એજન્સીઓએ જે રીતે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરૂદ્ધ ગાળિયો કસવાનુ શરૂ કર્યુ તે પછી આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. અગાઉ જ્યાં આમ આદમી પાર્ટીએ ભાજપ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો હતો ત્યાં હવે AAP ધારાસભ્ય સોમનાથ ભારતીએ ભાજપ પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે.

somnath bharti

આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ પહેલા અમારા ધારાસભ્યોને 20-20 કરોડ રૂપિયામાં ખરીદવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે તેઓ અમારા ધારાસભ્યોને હની-ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંબંધમાં અમારા તરફથી દિલ્લી પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. સોમનાથ ભારતીએ કહ્યુ કે બુધવારથી મને હનીટ્રેફમાં ફસાવવાના બે પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે આની પાછળ ભાજપનો હાથ છે.

સોમનાથ ભારતીએ ટ્વિટ કરીને લખ્યુ કે, મેં આ અંગે સત્તાવાર રીતે સાયબરક્રમમાં ફરિયાદ નોંધાવી છે. આશા છે કે હવે સત્ય બહાર આવશે. અન્ય એક ટ્વીટમાં ભારતીએ કહ્યુ કે મને એ જણાવતા આઘાત લાગ્યો છે કે જ્યારે ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદવામાં નિષ્ફળ ગયુ, જ્યારે તેમને સીબીઆઈ અને ઈડીથી ડરાવી ન શક્યા તો આ લોકોએ ગઈકાલથી બે વખત મને હનીટ્રેપમાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો. હું દિલ્લી પોલીસને આ મામલાની તપાસ કરવાની અપીલ કરુ છુ. મને ગંભીર રીતે શંકા છે કે આની પાછળ ભાજપનો હાથ છે, આ લોકો AAP સરકારની પાછળ પડ્યા છે.

આ પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પાર્ટીના પાંચ ધારાસભ્યો સાથે પ્રેસ કૉન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે ભાજપે આ ધારાસભ્યોને 20 કરોડ રૂપિયામાં ખરીદવાનો પ્રયાસ કર્યો છે. આટલુ જ નહિ AAPએ પછી આરોપ લગાવ્યો કે ભાજપ તેમના 40 ધારાસભ્યોને 20-20 કરોડમાં ખરીદવા માંગે છે. AAPએ માંગ કરી છે કે આ ધારાસભ્યોને આપવા માટે ભાજપ પાસે 800 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ થવી જોઈએ. સાથે જ ભાજપનુ કહેવુ છે કે દારૂના કૌભાંડ પરથી લોકોનુ ધ્યાન હટાવવા માટે તમે આ બધુ કરી રહ્યા છો.

English summary
AAP MLA Somnath Bharti alleges bjp of honey trapping him complaints to police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X