'આપ' વિધાયકોએ કરી સોમનાથને સસ્પેન્ડ કરવાની માંગ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 22 જાન્યુઆરી: ત્રણ પોલીસ અધિકારીઓના સસ્પેન્સનની માંગને લઇને ધરણા પર બેસનારી દિલ્હી સરકારના કાયદા મંત્રી સોમનાથ ભારતીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠવા લાગી છે. જેને આમ આદમી પાર્ટીમાં બગાવત તરીકે જોવામાં આવી રહ્યું છે. આપના સદસ્ય કેપ્ટન ગોપીનાથનું કહેવું છે કે પોલીસે જે પણ કર્યું તે યોગ્ય હતું, એવામાં જો અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તો કાયદા મંત્રીને પણ પાર્ટીમાંથી બહાર કરી દેવા જોઇએ.

એ ધ્યાન આપવા જેવી બાબત છે કે વિધાનસભા વિસ્તારમાં દરોડા પાડવા ગયેલા કાનૂન મંત્રીને પોલીસ અધિકારીઓના ઢીલા વલણનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ડેનિસ મહિલાની સાથે થયેલા બળાત્કાર અને વિધાયક રાખી બિરલાના વિસ્તારમાં મહિલાને સળગાવી દેવાના મુદ્દા પર સંબંધિત પોલીસ અધિકારીઓના સસ્પેન્સનની માંગને લઇને દિલ્હી સરકારે ધરણા શરૂ કરી દીધા.

જોકે ધરણામાં લોકોના સમર્થનના પગલે કેન્દ્ર સરકારે તપાસ કરવાનું આશ્વાસન આપતા સંબંધિત પોલીસ અધિકારીઓને રજા પર મોકલી દેવાયા. સોમનાથને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગને પાર્ટીમાં બધુ યોગ્ય નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા વિનય કુમાર બિન્નીએ પણ કેજરીવાલ પર તાનાશાહી કરવાનો આરોપ લગાવ્યો હતો.

somnath bharti
English summary
After the end of Arvind Kejriwal's protest AAP MLAs want suspension of law minster Somnath Bharti.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.