For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Majithia Defamation Case : આપ સાંસદ સંજય સિંહે કહ્યું - હું મારા નિવેદન પર કાયમ છું

અદાલતે આ કેસમાં 5 નવેમ્બરની મુદ્દત આપી છે. આ દરમિયાન સંજય સિંહે જણાવ્યું હતું કે, મજીઠિયા માનહાનિ કેસમાં જે તેમને પહેલા કહ્યું હતું, તે વાત પર આજે પણ કાયમ છે. સત્ય બોલવુ એ મારો અધિકાર છે, તો હું સાચું જ બોલ્યો છું.

|
Google Oneindia Gujarati News

Majithia Defamation Case : અકાળી દળના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સોમવારના રોજ લુધિયાણા કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સંજય સિંહ એસીજેએમ જજ સિમરનજીત સિંહની અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા.

Sanjay Singh

અદાલતે આ કેસમાં 5 નવેમ્બરની મુદ્દત આપી છે. આ દરમિયાન સંજય સિંહે જણાવ્યું હતું કે, મજીઠિયા માનહાનિ કેસમાં જે તેમને પહેલા કહ્યું હતું, તે વાત પર આજે પણ કાયમ છે. સત્ય બોલવુ એ મારો અધિકાર છે, તો હું સાચું જ બોલ્યો છું. મને કાયદા પર ભરોસો છે, કોર્ટ જે નિર્ણય લેશે, તે મને માન્ય છે.

ઝૂલતો પુલ તૂટવાની ઘટનાથી વ્યથિત

સંજય સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. ઝૂલતો પુલનું સમારકામ કરનારી કંપનીના માલિક પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે, ઝૂલતો પુલનું ઉદ્ઘાટન 5 દિવસ પહેલા જ થયું હતું. જે વ્યક્તિએ ઝૂલતો પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તે જ વ્યક્તિએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. સંજય સિંહે કહ્યું કે, કંપનીના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ હત્યાનો કેસ નોંધવો જોઈએ.

બીજી તરફ રામ રહીમને પેરોલ મળતાં સંજય સિંહે જણાવ્યું હતું કે, જે વ્યક્તિને કોર્ટે સજા સંભળાવી છે, તેના વિશે તેઓ કોઈ ટિપ્પણી નહીં કરે. પરાળી સળગાવવા મામલે સંજય સિંહે જણાવ્યું કે, આ વખતે દિલ્હીમાં સ્ટબલનો ધુમાડો અમુક અંશે ઓછો થયો છે. પંજાબમાં AAP સરકાર સારું કામ કરી રહી છે.

English summary
AAP MP Sanjay Singh said on Majithia Defamation Case, I stand by my statement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X