For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી પોલિસને દિલ્હી સરકારને આધીન લાવવા આપ સરકારે પસાર કર્યો ઠરાવ

સોમવારે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ જ્યાં બંધારણમાં સુધારો કરી દિલ્લી પોલિસને રાજ્ય સરકારને આધીન લાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

સોમવારે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ જ્યાં બંધારણમાં સુધારો કરી દિલ્લી પોલિસને રાજ્ય સરકારને આધીન લાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. દિલ્લીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને સરકારી સંકલ્પ પ્રસ્તાવ ગૃહ સમક્ષ રાખીને બગડતા કાયદો અવે વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી. આ દરમિયાન કેન્દ્ર સરકારને તત્કાળ આવશ્યક પગલા લેવાની માંગ કરી.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ગભરાયેલ કોંગ્રેસ મોવડી મંડળે હાઈઅલર્ટ જાહેર કર્યુંઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણીઃ ગભરાયેલ કોંગ્રેસ મોવડી મંડળે હાઈઅલર્ટ જાહેર કર્યું

aap

આટલુ જ નહિ મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા ગૃહ સમક્ષ મૂકવામાં આવેલા પ્રસ્તાવમાં દિલ્હી સરકારને પણ અમુક અધિકાર આપવાની માંગ કરવામાં આવી જેનાથી એસ્મા સહિત વિવિધ સ્થિતિઓ પર નિયંત્રણ કરી શકાય. સત્ર દરમિયાન આપ ધારાસભ્યોએ સચિવાલયમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી. આ દરમિયાન દિલ્લી વિધાનસભાના વિશેષ સત્રને એક દિવસ માટે વધારી દેવામાં આવ્યો છે.

સત્રની શરૂઆતમાં ખૂબ હોબાળો થયા બાદ વિધાનસભા અધ્યક્ષે કપિલ મિશ્રા અને ભાજપના વિજેન્દ્ર ગુપ્તાને માર્શલો પાસે બહાર કઢાવી દીધા. ભાજપ અને કોંગ્રેસે વિધાનસભા સત્ર બોલાવવા અંગે સવાલ ઉઠાવ્યા હતા. વિધાનસભામાં નેતા સમકક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્લી સરકાર પર આરોપ લગાવતા કહ્યુ કે દિલ્લી સરકાર માત્ર રાજકીય કારણોના લીધે વિધાનસભાનું સત્ર બોલાવે છે.

English summary
AAP passes resolution to bring Delhi Police under state government in assembly's special session
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X