For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહના નિવેદન પર 'આપ'નો પલટવારઃ અનલૉકથી વધ્યા કેસ માટે માંગી મદદ

આમ આદમી પાર્ટીએ ગૃહમંત્રી અમિત શાહના એ નિવેદન પર પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના આંકડા ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન દિલ્લીની સ્થિતિના કારણે રાજકારણ પણ રમાઈ રહ્યુ છે. હવે આમ આદમી પાર્ટીએ ગૃહમંત્રી અમિત શાહના એ નિવેદન પર પલટવાર કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવેદનથી દિલ્લીમાં ડર પેદા થયો અને પીએમ મોદીએ તેમને દિલ્લીની મદદ કરવા કહ્યુ. આપ મુજબ લૉકડાઉન હટવાના કારણે કેસ ઝડપથી વધ્યા છે. જેને રોકવા માટે કેજરીવાલ સરકારે દરેક જરૂરી પગલાં લીધા. સ્થિતિ બેકાબૂ થવા પર જ કેન્દ્રની મદદ માંગવામાં આવી.

amit shah

આ બાબતે આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યુ કે ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે 35 હજારથી વધુ લોકો દિલ્લીમાં વિદેશમાંથી આવ્યા હતા. જેના કારણે ત્યાંની સ્થિતિ દેશના બાકીના ભાગોની સરખામણીમાં ઘણી અલગ હતી. એ લોકોને કેન્દ્ર સરકાર લઈને આવી હતી, દિલ્લીની સરકાર નહિ. જ્યાં સુધી દેશમાં લૉકડાઉન લાગુ હતુ, ત્યાં સુધી દિલ્લીની સ્થિતિ ઘણી વધુ સારી હતી. જેવુ મોદી સરકારે લૉકડાઉન હટાવ્યુ તેવુ તરત જ કેસ વધવા લાગ્યા. આ દરમિયાન આરોગ્ય સુવિધાઓમાં ઘણી ઉણપો અનુભવાઈ જેના કારણે દિલ્લી સરકારે કેન્દ્રની મદદ માંગી. તેમણે કહ્યુ કે મદદ વિના ના તો લડાઈ લડી શકાય અને ના જીતી શકાય. આ બાબકે કેન્દ્ર સરકારે પણ મદદ કરી છે જેના કારણે આજે દિલ્લીમાં સ્થિતિ સારી થઈ છે.

હાલમાં જ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ હતુ કે 31 જુલાઈ સુધી દિલ્લીમાં કોરોનાના સાડા 5 લાખ કેસ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યુ કે મનીષ સિસોદિયાના નિવેદનના કારણે રાજધાનમાં કોરોના વિશે ડર પેદા થયો છે. અમે કોરોના સામે લડવા માટે તૈયાર છે. તેમણે કહ્યુ કે દિલ્લીમાં આવુ નહિ થાય, ત્યાં કોરોનાના ટેસ્ટ ચાર ગણ વધારવામાં આવ્યા છે. દિલ્લીમાં પ્રતિ દિવસ 16 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. રાજધાનીમાં કમ્યુનિટી સ્પ્રેડ નથી થયુ. કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આને બેકારમાં તૂલ આપવામાં આવી રહ્યુ છે.

મેઘાયલમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9મેઘાયલમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9

English summary
AAP reaction on amit shah statement on corona case in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X