For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં 'ઝાડુ સંદેશ યાત્રા' કરશે કુમાર વિશ્વાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 25 ડિસેમ્બર: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા કુમાર વિશ્વાસ 27 ડિસેમ્બરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય મત વિસ્તાર અમેઠીનો પ્રવાસ કરશે. આ જાણકારી બુધવારે પાર્ટીના નેતાઓએ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કુમાર વિશ્વાસના નામ પર 2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ આપના સંભવિત ઉમેદવારના રૂપમાં કામ કરી રહ્યાં છે. કુમાર વિશ્વાસે અહી 'ઝાડુ સંદેશ યાત્રા'માં ભાગ લેશે અને સંસદીય વિસ્તારમાં રાજકીય પરિસ્થિતીને સમજશે.

રાહુલ ગાંધી વિરૂદ્ધ કુમાર વિશ્વાસના નામની જાહેરાતના થોડા સમય પહેલાં પૂર્વ આપ નેતા અરવિંદ કેજરેવાલના ખાસ સહયોગી મનીષ સિસોદિયાએ કરી હતી. આપના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે 'ઝાડુ સંદેશ યાત્રા'નો ઉદ્દેશ્ય પ્રજાને પાર્ટીના પક્ષમાં મેળવવાનો છે. કુમાર વિશ્વાસ અમેઠીમાં સૈંથા રોડ સ્થિત પાર્ટી કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.

kumar-vishwas

આ દરમિયાન રાજ્યના લોક નિર્માણ મંત્રી શિવપાલ સિંહ યાદવે ઉત્તર પ્રદેશમાં આપ માટે કોઇપણ પ્રકારની સંભાવનાઓની મનાઇ કરી દિધી છે. તેમને મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપ ટૂંક સમય બેનકામ થઇ જશે અને રાજ્યમાં તે પાર્ટીની અસર નહી પડે.

English summary
Aam Aadmi Party (AAP) leader Kumar Vishwas would be visiting Amethi, the parliamentary constituency of Congress vice president Rahul Gandhi, on December 27, party leaders said on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X