For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ સરકાર બનાવે: અનુપમ ખેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 ડિસેમ્બર: તાજેતરમાં જ દિલ્હીમાં જાહેર થયેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ પણ સરકાર બનતી જોવા મળી રહી નથી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'બીજી પાર્ટીઓમાં પણ સારા લોકો છે. પરંતુ તે ગૂંગળામણ અનુભવે છે. એવામાં લોકો બળવો કરી અને અમારી પાસે આવે. અમે તેમનું સ્વાગત કરીશું. પરંતુ તેમને હજુ સુધી તેમનો એવો બાગી મળ્યો નથી.

એવામાં જનલોકપાલ બિલ વખતથી અરવિંદ કેજરીવાલનું સમર્થન કરી રહેલા અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલ સરકાર બનાવવાનો મેંડેટ મળ્યો છે અને તેને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવી જોઇએ. જોખમ ઉઠાવવું જોઇએ.

કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બાદ દિલ્હી પ્રભારી શકીલ અહેમદે કહ્યું હતું કે પાર્ટીના ધારાસભ્યોનું સૂચન છે કે 'આપ'ને બિનશરતી સરકારનું બહારથી સમર્થન આપવું જોઇએ. પરંતુ 'આપ' ના તો કોઇને સમર્થન આપશે અને ના તો કોઇનું સમર્થન લેશે. પોતાની નીતિ પર કાયમ રહેતાં આ ઓફરને નકારી કાઢી છે.

anupam-kher

આપ દ્વારા કોંગ્રેસની બિન શરતી સમર્થનની ઓફરને નકારી કાઢ્યા બાદ કોંગ્રેસે દિલ્હી પ્રભારી શકીલ અહેમદે આપ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને જનતાને કરેલા વાયદાઓ પૂરા કરવા માટે ભાજપ સાથે હાથ મિલાવી લેવો જોઇએ. 'આપ' અને ભાજપે જનતા પર ફરીથી ચૂંટણી થોપવાની નીતિને છોડવી જોઇએ.

બીજી તરફ રામપુરમાં મંગળવારે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ આપને ફળોની પાર્ટી ગણાવી. તેમને કહ્યું કે 'આપ' આમ-અમરૂદ પાર્ટી છે. તેમને કહ્યું હતું કે આપ હાલ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને હરાવવાનું સપનું જુએ છે. જે ક્યારેય પુરૂ થવાનું નથી. આપે દિલ્હીમાં સારું પ્રદર્શન કર્યું છે અને ભાજપ બાદ બીજા નંબરની પાર્ટી બની સામે આવી છે. જો કે દિલ્હીમાં બહુમતિ કોઇપણ પાર્ટીને મળી નથી.

English summary
With the Aam Aadmi Party's spectacular electoral debut in Delhi Assembly Elections, Bollywood celebrity Anupam Kher applauded Arvind Kejriwal, who defeated three-time Chief Minister Sheila Dikshit in the New Delhi constituency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X