બાબરી-રામ મંદિર મુદ્દે ભાજપે 20 કરોડમાં કર્યો છે સોદો : AAP

Written By:
Subscribe to Oneindia News

આપના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષે ભાજપ પર આરોપ મૂકતા કહ્યું છે કે ભાજપ રામના નામ પર રાજનીતિ કરી રહ્યું છે. પણ ભાજપ રામની પણ ના થઇ શકી. તેમણે કહ્યું કે બાબરી-રામ મંદિર મામલે ભાજપે વિવાદ દૂર કરવા માટે 20 કરોડમાં સોદો કર્યો છે. આપ પ્રવક્તા આશુતોષે આ વાત પાર્ટીના નેતા નમ્રતા શ્રીવાસ્તવના ચૂંટણી અભિયાન દરમિયાન આયોજીત પ્રેસવાર્તામાં કહી હતી. તેમણે કહ્યું કે લોકોએ સુપ્રીમ કોર્ટનો જ નિર્ણય માનવો જોઇએ. કારણ કે સુપ્રીમ કોર્ટ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે. સાથે જ તેમણે યોગી સરકાર પર ટિપ્પણી કરતા કહ્યું કે કમીશન ખાવા ચક્કરના લીધે ગોરખપુર બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સિજનની સપ્લાય પહોંચાડવામાં નહતી આવી જેના કારણે અનેક બાળકોએ જીવ ગુમાવ્યો છે.

AAp

વધુમાં આશુતોષે કહ્યું કે સાડા સાત મહિનામાં જ લોકોનો યોગીને લઇને મોહ ભંગ થઇ ગયો છે. ફિલ્મ પદ્માવતીની રિલિઝને લઇને પણ થઇ રહેલા વિવાદ મામલે આશુતોષે કહ્યું કે સેન્સર બોર્ડનો જે નિર્ણય હશે તે જ છેલ્લો હશે. બાકી તેની પર વિવાદ કરવાની જરૂર નથી. સાથે જ તેમણે સીએમ યોગીને જુઠ્ઠા કહીને કેરલમાં પ્રચાર દરમિયાન ખોટા વાયદા કરવાની વાત કહી હતી. વધુમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને આપેલા વિજળી, પાણીના તમામ વાયદોઓને નિભાવ્યા છે.

English summary
aap spokesperson ashutosh alleged bjp for ram mandir reconciliation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.