9માં દિવસે પણ કેજરીવાલના અનશન જારી, AAP મોકલશે CMને 6 લાખ પત્રો

પાર્ટીનો આરોપ છે કે ભ્રષ્ટાચારના કારણે રાજધાનીમાં વીજળી અને પાણીના ભાવમાં વધારો થયો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે વધારે આવેલું બિલ નહીં ભરવાનો નિર્ણય આપી ચૂકેલા દિલ્હીવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને હવે શીલા દીક્ષિતે નક્કી કરવાનું છે કે તેઓ સામાન્ય જનતાનો અવાજ સાંભળશે કે પછી ખાનગી કંપનીઓને સાથ આપશે.
કેજરીવાલના સ્વાસ્થ્ય અંગેના નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે નબળાશ આવી ગયા બાદ પણ સ્વાસ્થ્ય સંબંધી તબિયત સામાન્ય છે. આ અંગે ડોક્ટરોએ જણાવ્યું કે 'તેમનું બ્લડપ્રેશર 101-63, પલ્સ 65 અને ડાયાબિટીસ 121 છે. તેમનું વજન સાત કિલો ઓછું થઇ ગયું છે.'












Click it and Unblock the Notifications
