For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

APJ Abdul Kalam Anniversary: ગામડાઓ માટે પોતાનો આખો પગાર દાન કરી દેતા હતા અબ્દુલ કલામ

ગામડાઓ માટે પોતાનો આખો પગાર દાન કરી દેતા હતા અબ્દુલ કલામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ APJ Abdul Kalam Birth Anniversary: આજે મિસાઈલ મેન ડૉક્ટર અબ્દુલ કલામની જન્મ જયંતિ છે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ તમિલનાડુમાં થયો હતો. તેમનું આખું નામ અબુલ પકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ હતું. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ પ્રોગ્રામના જનક ડૉ એપીજે અબ્દુલ કલામને આખી દુનિયા મિસાઈલ મેનના નામે ઓળખે છે. એપીજે અબ્દુલ કલામ મહાન વૈજ્ઞાનિકની સાથે જ એક સારા શિક્ષક પણ હતા, માટે તેમના જન્મદિવસ પર જ આજે વિશ્વ વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે. કલામે વૈજ્ઞાનિક-એન્જીનિયર તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનની કેટલીય મહત્વપૂર્ણ પરિયોજનાઓ પૂરી કરી છે. ભારતના રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ તેમણે પોતાનો આખો સમય બીજાઓની ભલાઈમાં લગાવ્યો.

Recommended Video

ભારત રત્ન, મિસાઈલ મેન અને જનતાના રાષ્ટ્રપતિ સ્વર્ગીય ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જન્મ જયંતિ
જાણો પોતાનો પગાર ક્યાં ખર્ચતા હતા

જાણો પોતાનો પગાર ક્યાં ખર્ચતા હતા

આપણે ડૉ એપીજે અબ્દુલ કલામના વિજ્ઞાન ક્ષેત્રમાં કરેલા અવિષ્કારો અને અનુકરણીય કાર્યોને જાણીએ છીએ. પરંતુ અબ્દુલ કલામ પોતાનો પગાર ગ્રામીણ વિકાસ માટે દાન કરતા હતા તે બહુ ઓછા લોકોને ખબર હશે. જી હાં, અબ્દુલ કલામે ગ્રામીણ વિકાસ માટે પોતાનો આખો પગાર અને જે કંઈપણ સેવિંગ હતું, તે બધું જ PURA નામની એક એનજીઓને દાન કરી દીધું.

આ સંસ્થાની સ્થાપના કરી

આ સંસ્થાની સ્થાપના કરી

PURA (Providing Urban Amenities to Rural Areas) નામની એક સંસ્થાની અબ્દુલ કલામે સ્થાપના કરી હતી. આ સંગઠન ગ્રામીણ ક્ષેત્રોમાં શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ કરતા હતા. આ સંસ્થા અને આ વિચાર વિશે સૌથી પહેલા ડૉ એપીજે અબ્દુલ કલામના પુસ્તક Target 3 Billionમાં લોકોએ જાણ્યું હતું.

ગામડાઓમાં શહેરી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું સપનું

ગામડાઓમાં શહેરી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું સપનું

ડૉ એપીજે અબ્દુલ કલામનું માનવું હતું કે ભારતના રાષ્ટ્રપતિ બન્યા બાદ સરકાર તેમના અંતિમ શ્વાસ સુધી દેખભાળ કરશે અને માટે તેમણે ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે પોતાના પગારનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો.

PURA ગ્રામીણ ક્ષેત્રોમાં આજીવિકાના અવસરો અને શહેરી સુવિધાઓને સારી બનાવવા માટે સાર્વજનિક ખાનગી ભાગીદારી (PPP) માળખાના માધ્યમથી કામ કરતી હતી.

એપીજે અબ્દુલ કલામ વિશે

એપીજે અબ્દુલ કલામ વિશે

15 ઓગસ્ટ 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમાં અબ્દુલ કલામનો જન્મ થયો હતો. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પાંચ ભાઈ અને બહેનો વાળા પરિવારને ચલાવવા માટે પિતાની મદદ કરવા માટે એપીજે અબ્દુલ કલામ સાધારણ પૃષ્ઠભૂમિથી સંબંધ રાખતા હતા, જમીની સ્તર સાથે જોડાયેલા રહી તેમણે રાષ્ટ્રપતિના રૂપમાં લોકોના દિલોમાં પોતાના માટે અલગ જગ્યા બનાવી હતી... માટે લોકો તેમને 'લોકોના રાષ્ટ્રપતિ' કહેતા હતા.

વિઝન 2020નું સપનું જોનારા અબ્દુલ કલામનો દેશ પ્રત્યે ફાળોવિઝન 2020નું સપનું જોનારા અબ્દુલ કલામનો દેશ પ્રત્યે ફાળો

અબ્દુલ કલામે પોખરણ- 2 પરમાણુ પરી7ણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને રાષ્ટ્રના પ્રમુખ પરમાણુ વૈજ્ઞાનિકના રૂપમાં ઉભરી આવ્યા, પરંતુ આ બધા બાદ પણ તેઓ જીવન જીવવાની રીતના કારણે લોકોની વચ્ચે બહુ મશહૂર થયા.

ભારતના પ્રમુખ વૈજ્ઞાનિક અબ્દુલ કલામ, એક સાધારણ જીવન જીવતા હતા. તેમની ખાનગી સંપત્તિમાં તેમના પુસ્તકો, એક વીણા અને કેટલીક જોડી કપડાં હતાં. ભારતે આજથી પાંચ વર્ષ પહેલાં અબ્દુલ કલામ જેવા મહાન વ્યક્તિત્વને ગુમાવી દીધા હતા. 27 જુલાઈ 2015ના રોજ તેમનું નિધન થયું હતું.

English summary
Abdul Kalam used to donate his entire salary for the villages
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X