For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 90 સેકન્ડમાં અભિનંદને કેવી રીતે તોડી પાડ્યુ પાકિસ્તાનનું એફ-16

અભિનંદને માત્ર 90 સેકન્ડની અંદર એફ-16ના તોડી પાડ્યુ. અભિનંદને જે કારનામો કર્યો છે તે કોઈ મામૂલી વાત નથી.

|
Google Oneindia Gujarati News

વિંગ કમાંડર અભિનંદન આજે દેશ પાછા આવી રહ્યા છે. મંગળવારે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદની છાવણીઓ પર ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) એ હવાઈ હુમલા કર્યા. આ હુમલાથી રઘવાયા થયેલા પાકિસ્તાને બુધવારે ભારતની સીમામાં પોતાના જેટ મોકલ્યા. પાકિસ્તાન એરફોર્સના એફ-16 ફાઈટર જેટ્સે કાશ્મીરમાં ઘૂસણખોરી કરી. આઈએએફએ આ જેટ્સનો પીછો કર્યો અને આ જેટ્સમાંથી એક જેટ હતુ રશિયાનું બનેલુ મિગ-21 જેને ઉડાવી રહ્યા હતા વિંગ કમાંડર અભિનંદન. અભિનંદને માત્ર 90 સેકન્ડની અંદર એફ-16ના તોડી પાડ્યુ. અભિનંદને જે કારનામો કર્યો છે તે કોઈ મામૂલી વાત નથી. વિંગ કમાંડર અભિનંદને જે કર્યુ છે હવે તે ઈતિહાસના પાનાંઓમાં નોઁધાઈ ગયુ છે.

આઈએએફ અને અભિનંદનની ઉપલબ્ધિ

આઈએએફ અને અભિનંદનની ઉપલબ્ધિ

ગુરુવારે ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી કે વિંગ કમાંડર અભિનંદને એફ-16નો તોડી પાડ્યુ. અભિનંદને રાજોરી જિલ્લાના નૌશેરા સુધી આવી ગયા અને એફ-16ને પાછુ જવા જ ન દીધુ. એર માર્શલ (રિટાયર્ડ) બી કે પાંડેએ વન ઈન્ડિયા હિંદી સાથે વાતચીતમાં કહ્યુ, ‘નિશ્ચિત રીતે આ એક ઉપલબ્ધિ છે. વિંગ કમાંડર અભિનંદને જે કંઈ પણ કર્યુ તેણે એ સાબિત કરી દીધુ છે કે ઈન્ડિયન એરફોર્સ અને તેના પાયલટ કંઈ પણ કરી શકવાનો દમ રાખે છે.' ઈંગ્લિશ ડેઈલી હિંદુસ્તાન ટાઈમ્સે એક સીનિયર ઓફિસરના હવાલાથી લખ્યુ છે કે 90 સેકન્ડ્સમાં એફ-16 બે અમેરિકી એમરામ મિસાઈલોને ફૂંકી હતી.

એફ-16 ઉપરાંત જેએફ-17 અને મિરાજ પણ

એફ-16 ઉપરાંત જેએફ-17 અને મિરાજ પણ

બુધવારે જમ્મુના રાજોરી જિલ્લાના નૌશેરામાં પાકિસ્તાન એરફોર્સ પાસે 12 ફાઈટર જેટ્સ દાખલ થયા હતા. આમાંથી અમેરિકામાં બનેલા એફ-16 ઉપરાંત ફ્રાંસના મિરાજ અને ચીનના જેએફ-17 જેટ્સ પણ હતા. જેવા અવેક્સે આ જેટ્સની આહટ ડિટેક્ટ કરી, આઈએએફ એલર્ટ થઈ ગઈ. તેની તરત બાદ અવંતિપોરા, શ્રીનગર અને બીજા એરબેઝથી ફાઈટર જેટ્સ રવાના કરવામાં આવ્યા. મિગ-21 સૌથી નજીક હતા એટલા માટે તેમણે પાક ફાઈટર જેટ્સનો પીછો કર્યો. અહીંથી જ બંને દેશોના ફાઈટર જેટ્સ વચ્ચે આકાશમાં ડૉગફાઈટ શરૂ થઈ.

બંને જેટ્સ વચ્ચે 40 વર્ષનું અંતર

બંને જેટ્સ વચ્ચે 40 વર્ષનું અંતર

વિંગ કમાંડર અભિનંદને મિગ-21થી અમેરિકાના ફોર્થ જનરેશન ફાઈટર જેટ એફ-16 પર નિશાન લગાવ્યુ. તેમણે જે કર્યુ તે ઈતિહાસમાં પહેલી વાર છે. ઈન્ડિયન એરફોર્સમાં આ કારનામો કરનારા અભિનંદન પહેલા પાયલટ બની ગયા છે. તેમણે 50 દશકના મિગથી 90ના દશકના એફ-16ને તોડી પાડ્યુ. બંને જેટ્સના ઉત્પાદનમાં 40 વર્ષનું અંતર છે. મિગ-21ને રશિયાએ વર્ષ 1958માં નિર્મિત કર્યુ હતુ. વળી, એફ-16 1998નું બનેલુ જેટ છે. એક મિગ-21ની કિંમત માત્ર બે મિલિયન ડૉલર છે તો વળી, એક એફ-16 18.8 મિલિયન ડૉલરનું છે. બંનેની ઝડપમાં પણ ઘણુ અંતર છે. મિગ-21 જ્યાં 2,229 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી શકે છે તો વળી, એફ-16 2,414 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી શકે છે.

કેવી રીતે અભિનંદને લગાવ્યુ નિશાન

કેવી રીતે અભિનંદને લગાવ્યુ નિશાન

મિગ-21 એ તે સમયે એફ-16ને ઘેર્યુ જ્યારે મિગ લગભગ 15,000 ફૂટની ઉંચાઈ પર હતુ અને એફ-16 લગભગ 9,000 ફૂટની ઉંચાઈ પર હતુ. એફ-16 પર સારી રીતે હુમલો કરવા માટે મિગ-21ને અભિનંદન થોડુ વધુ ઉપર લઈને ગયા. એફ-16 લગભગ 26,000 ફૂટની ઉંચાઈ પર જતુ રહ્યુ હતુ. ત્યારે અભિનંદને પોતાના કૌશલ્યનો ઉપયોગ કર્યો અને પોતાના એરક્રાફ્ટને પાકિસ્તાન એરફોર્સના એરક્રાફ્ટની પાછળ લઈ ગયા.

કેમ ખાસ બની ગયા છે અભિનંદન

કેમ ખાસ બની ગયા છે અભિનંદન

અભિનંદને રશિયાની બનેલી વાઈમ્પલ આર-73 મિસાઈલને એફ-16 સામે ફૂંકી. આ એક અસાધારણ ઘટના છે. મિગ-21 એ કોલ્ડ વૉર દરમિયાન એક એફ-16ને તોડી પાડ્યુ હતુ. જે મિગ-21થી અભિનંદને એફ-16ને તોડી પાડ્યુ છે તે વર્ષ 1980મમાં આઈએએફનો હિસ્સો બન્યુ હતુ. આ મિગ-21 અપગ્રેટેડ તો છે પરંતુ આની ડિઝાઈન જૂની છે. ફોર્થ જનરેશનના ફાઈટર જેટને આ 60ના દશકના જેટથી તોડી પાડવા માટે અસાધારણ કૌશલ્યની જરૂર હોય છે. એક વિશેષજ્ઞની માનીએ તો આ એકદમ એવુ છે જેવુ કોઈ ઑટોમોબાઈલ રેસમાં બીએમડબ્લ્યુનો પીછો મારુતિ 800 કરી રહી હોય.

આ પણ વાંચોઃ વીડિયો: વિંગ કમાન્ડર અભિનંદનને લેવા નીકળેલા માતાપિતાનું આવું સ્વાગત થયુંઆ પણ વાંચોઃ વીડિયો: વિંગ કમાન્ડર અભિનંદનને લેવા નીકળેલા માતાપિતાનું આવું સ્વાગત થયું

English summary
Wing Commander Abhinandan Varthaman has shot down the most advanced fighter jet F-16 from aging MiG-21 in just 90 seconds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X