બંગાળમાં ભાજપની હાર પર અભિષેક બેનર્જીનો કટાક્ષ, ટ્વિટ કરી હેપ્પી દિવાળી કહ્યું!

પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને ચાર બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ટીએમસીએ ક્લીન સ્વીપ કરીને ચારેય સીટો જીતી લીધી છે. ભાજપ પર કટાક્ષ કરતા TMC સાંસદ અભિષેક બેનર્જીએ ટ્વિટર પર લખ્યું કે, સાચી ફટાકડા મ

કોલકાતા, 02 નવેમ્બર : પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને ચાર બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ટીએમસીએ ક્લીન સ્વીપ કરીને ચારેય સીટો જીતી લીધી છે. ભાજપ પર કટાક્ષ કરતા TMC સાંસદ અભિષેક બેનર્જીએ ટ્વિટર પર લખ્યું કે, સાચી ફટાકડા મુક્ત દિવાળી. ભાજપને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ચાર બેઠકો પર મમતા બેનર્જીના નેતૃત્વમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે અસરકારક લીડ બનાવી છે.

Abhishek Banerjee

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની પેટાચૂંટણીના પરિણામોમાં TMCએ એક લાખથી વધુના માર્જિનથી ત્રણ બેઠકો જીતી છે. પશ્ચિમ બંગાળની દિનહાટા અને ખરદાહ બેઠકો પર ટીએમસીનો વિજય થયો છે. દિનહાટા પેટાચૂંટણીમાં TMCના ઉદયન ગુહાએ 1,64,089ના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી, જ્યારે પાર્ટીના સોવનદેવ ચટ્ટોપાધ્યાય ખરદાહથી 93,832 મતોના માર્જિનથી જીત્યા છે. ટીએમસીએ બંગાળમાં ગોસાબા સીટ પણ કબજે કરી છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણીના આ પરિણામો પર ખુશી વ્યક્ત કરી છે. તેમને ટ્વીટ કર્યું કે, આ જીત જનતાની જીત છે. આ દર્શાવે છે કે કેવી રીતે બંગાળ હંમેશા પ્રચાર અને નફરતની રાજનીતિ પર વિકાસ અને એકતાને પસંદ કરશે. લોકોના આશીર્વાદથી અમે વચન આપીએ છીએ કે અમે બંગાળને વધુ ઊંચાઈએ લઈ જઈશું!

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગતા રોયે કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના પક્ષમાં મતોનું તોફાન ચાલી રહ્યું છે. સૌગત રોયે કહ્યું કે અમારી પાર્ટીએ ખૂબ જ સારી રીતે ચૂંટણી લડી અને અમે જીત તરફ આગળ વધ્યા છીએ. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે લોકોનો ભાજપથી મોહભંગ થઈ ગયો છે. તેમણે કહ્યું કે ભાજપની હાર લોકશાહી માટે સારી છે. તેમની પાર્ટીએ કાર્યકર્તાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે વિજયની ઉજવણીમાં હિંસા ન થવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X