For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABP C Voter Survey: શું યુપીમાં બીજીવાર સરકાર બનાવી ઈતિહાસ બદલશે ભાજપ?

ABP C Voter Survey: શું યુપીમાં બીજીવાર સરકાર બનાવી ઈતિહાસ બદલશે ભાજપ?

By Desk
|
Google Oneindia Gujarati News

ચૂંટણી પંચે શનિવારે યુપી, ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન કરી દીધું. જેના માટે તમામ રાજનૈતિક પાર્ટીઓ જોરશોરથી પ્રચાર અભિયાનમાં લાગી ગઈ છે. આ વખતે દેશના સૌથી મોટા રાજ્યયૂપીમાં 7 તબક્કામાં મતદાન થશે, જ્યારે 10 માર્ચે તમામ રાજ્યોના પરિણામ એકસાથે આવી જશે. આમ તો રિઝલ્ટ આવવામાં હજી બે મહિનાનો સમય બાકી છે, પરંતુ ABP ન્યૂજ અને CVoterના સર્વેમાં આ વખતે ઈતિહાસ બદલતો જણાઈ રહ્યો છે.

ABP C Voter Survey

સર્વે મુજબ યૂપીમાં આ વખતે ભાજપ ફરીથી સરકાર બનાવવામાં સફળ થશે. જેમાં ભાજપને 403 સીટમાંથી 223થી 235 સીટ મળતી જણાઈ રહી છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટી પણ તેને જબરદસ્ત ટક્કર આપી રહી છે, જેમિના ખાતામાં 145-157 સીટ આવી રહી છે. એવામાં સ્પષ્ટ છે કે બંને પાર્ટીઓમાં પાછલી વખતેની સરખામણીએ વધુ આકરો મુકાબલો હશે. જ્યારે કોઈ જમાનામાં યૂપીની નંબર વન પાર્ટી રહેલી બહુજન સમાજ પાર્ટીની હાલત આ વખતે પણ ખરાબ છે, જેમના કાતામાં 8થી 16 સીટ જઈ રહી છે.

જ્યારે પાછલા એક વર્ષમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં ખૂબ મહેનત કરી રહ્યાં છે, તેમમે મહિલાઓ માટે ખૂબ લોભામણા વચનો આપ્યાં, પરંતુ સર્વેમાં તેની કોઈ ખાસ અસર જોવા નથી મળી. એબીપી સી વોટરે તેમના ખાતામાં માત્ર 3થી 7 સીટ જ આપી છે, જ્યારે અન્ય 4થી 8 પર કબજો જમાવી શકે છે.

મુખ્યમંત્રી તરીકે કોણ પસંદ?
સર્વે દરમિયાન મુખ્યમંત્રીના ચહેરાને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો. જેના પર 43 ટકા લોકોએ યોગી આદિત્યનાથનું નામ લીધું, જ્યારે 34 ટકા લોકો અખિલેશ યાદવના પક્ષમાં હતા. જ્યારે 14 ટકા લોકોએ માયાવતી અને 4 ટકા લોકોએ પ્રિયંકા ગાંધીને પોતાની પહેલી પસંદ બનાવી છે.

સર્વેમાં આ છે વોટ શેર

  • ભાજપ- 42%
  • સપા- 33%
  • બીએસપી- 13%
  • કોંગ્રેસ- 7%
  • અન્ય- 5%
English summary
ABP C Voter Survey: Will BJP change history by forming government for second term in UP?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X