ABP Cvoter Karnataka Opinion Poll: કર્ણાટકમાં કોંગ્રેસની થઇ શકે છે જીત, JDS બીજા નંબરે
ABP C-Voter એ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. સી-વોટર એક્ઝિટ પોલમાં, એજન્સીએ 55 સીટવાળા ઓલ્ડ મૈસૂર પ્રદેશમાં ભાજપ માટે 20% અને કોંગ્રેસ માટે 36% વોટ શેરનો અંદાજ મૂક્યો છે. મૈસૂર ક્ષેત્રમાં જેડીએસને 26-27 બેઠકો અને કોંગ્રેસને 24-28 બેઠકો મળવાની ધારણા છે.

ગ્રેટર બેંગ્લોર પ્રદેશમાં કુલ 32 સીટો છે. સી-વોટર ઓપિનિયન પોલ મુજબ આમાંથી ભાજપને 11થી 15 સીટો, કોંગ્રેસને 15થી 19 સીટો, જેડીએસને 2થી 4 સીટો મળવાની આશા છે. એબીપી સી-વોટર એજન્સીએ ઓલ્ડ મૈસુર પ્રદેશની 55 બેઠકો માટે ઓપિનિયન પોલ પણ બહાર પાડ્યા છે. રિજનવાઇઝ સર્વેના આંકડા નીચે મુજબ છે-
ગ્રેટર બેંગલોર પ્રદેશ
કુલ બેઠકો - 32
- ભાજપ - 11 થી 15 બેઠકો
- કોંગ્રેસ - 15 થી 19 બેઠકો
- જેડીએસ - 2 થી 4 બેઠકો
- અન્ય - 0 થી 1 સીટ
ઓલ્ડ મૈસુર પ્રદેશ
કુલ બેઠકો - 55
- ભાજપ - 3 થી 7 બેઠકો
- કોંગ્રેસ - 21 થી 25 બેઠકો
- જેડીએસ - 25 થી 29 બેઠકો
- અન્ય - 0 થી 1 સીટ
તટીય કર્ણાટક પ્રદેશ
કુલ બેઠકો - 21
- ભાજપ - 15 થી 19 બેઠકો
- કોંગ્રેસ - 3 થી 5 બેઠકો
- જેડીએસ - 0-0 બેઠકો
- અન્ય - 0 થી 1 સીટ
મધ્ય કર્ણાટક પ્રદેશ
કુલ બેઠકો - 35
- ભાજપ - 12 થી 16 બેઠકો
- કોંગ્રેસ - 19 થી 23 બેઠકો
- જેડીએસ - 0 થી 1 સીટ
- અન્ય - 0 થી 1 સીટ
મુંબઈ કર્ણાટક પ્રદેશ
કુલ બેઠકો - 50
- ભાજપ - 20 થી 24 બેઠકો
- કોંગ્રેસ - 26 થી 30 બેઠકો
- જેડીએસ - 0 થી 1 સીટ
- અન્ય - 0 થી 1 સીટ
હૈદરાબાદ કર્ણાટક પ્રદેશ
કુલ બેઠકો - 31
- ભાજપ - 8 થી 12 બેઠકો
- કોંગ્રેસ - 19 થી 23 બેઠકો
- જેડીએસ - 0 થી 1 સીટ
- અન્ય - 0 થી 1 સીટ












Click it and Unblock the Notifications
