For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કોણ જીતે? જાણો શું કહે છે દેશની જનતા

અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કોણ જીતે? જાણો શું કહે છે જનતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 વચ્ચે ગણતરીના મહિના જ બચ્યા છે. તે પહેલા યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશની રાજનીતિને એક નવો વળાંક આપ્યો છે. આ પરિણામોને લોકસભા ચૂંટણીના સેમીફાઈનલ માનવામાં આવી રહ્યાં છે અને કોંગ્રેસે તેમાં બાજી મારી લીધી છે. હવે એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળી એક મોટો સર્વે કર્યો છે અને દેશનો મૂડ જાણવાની કોશિશ કરી છે. આ સર્વેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય ભારત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને સુદૂર પૂર્વોત્તર સુધીની જનતાના મૂડને ચકાસવાની કોશિશ કરવામાં આવી છે. આની સાથે જ ગઠબંધનની સંભાવનોઓને લઈને પણ મંતવ્ય જાણવામાં આવ્યાં છે.

loksabha 2019

ઉત્તર પ્રદેશનો શું છે મૂડ

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં મહાગઠબંધન બને તો કુલ 80 સીટમાંથી એનડીએના હાથે 28 સીટ જ લાગી શકે છે અને મહાગઠબંધન 50 સીટ પર કબ્જો કરી શકે છે. જ્યારે કોંગ્રેસના હાથે 2 સીટ લાગશે.
યુપીમાં મહાગઠબંધન બને તો?
કુલ સીટ- 80
એનડીએ- 28
મહાગઠબંધન- 50
કોંગ્રેસ- 2

શું છે મહારાષ્ટ્રનો મૂડ

જો મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં કુલ 48 સીટમાંથી એનડીએને નુકસાન થતું દેખાઈ રહ્યું છે. અહીંની 48 સીટમાંથી યૂપીએને 30 સીટ મળી શકે છે જ્યારે એનડીએ 18 સીટની સાથે પાછળ રહેશે.
મહારાષ્ટ્રની કુલ સીટ- 48
એનડીએ- 18
યુપીએ- 30

શું છે બિહારનો મૂડ

જો લોકસભા ચૂંટણી આજે થાય તો બિહારમાં એનડીએને ભારે સફળતા હાથ લાગી શકે છે. અહીંની 40 સીટમાંથી એનડીએના હાથમાં કુલ 35 સીટ લાગી શકે છે, જ્યારે યૂપીએના હાથે 5 સીટ જ લાગી શકે છે.
બિહારની કુલ સીટ- 40
એનડીએ- 35
યુપીએ- 5

ગુજરાતનો શું છે મૂડ

જો આજે લોકસભા ચૂંટણી થાય તો પીએમ મોદીના રાજ્ય ગુજરાતમાં એનડીએને ભારે સફળતા હાથે લાગતી દેખાઈ રહી છે. અહીંની 26 સીટમાંથી 24 સીટ પર એનડીએ કબ્જો કરી રહી છે.
ગુજરાતની કુલ સીટ- 26
એનડીએ- 24
યુપીએ- 2

પશ્ચિમ બંગાળનો મૂડ

કુલ સીટ- 42

એનડીએ- 09
યુપીએ- 01
ટીએમસી- 32

છત્તીસગઢનો મૂડ

કુલ સીટ- 11
એનડીએ- 05
યુપીએ- 06

રાજસ્થાનનો મૂડ

કુલ સીટ- 25
એનડીએ- 19
યુપીએ- 6

મધ્ય પ્રદેશનો મૂડ

કુલ સીટ- 29
એનડીએ- 23
યુપીએ- 6

નોર્થ ઈસ્ટનો મૂડ

કુલ સીટ- 25
એનડીએ- 19
યુપીએ- 04
અન્ય- 2

દક્ષિણ ભારત

કેરળ, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ, તમિલનાડૂ અને તેલંગાણાની કુલ સીટ 129
એનડીએૃ 15
યુપીએ (ડીએમકે સહિત)- 80
અન્ય- 34

આ પણ વાંચો- કોંગ્રેસ-એનસીપી સાથે લડશે લોકસભા ચૂંટણી 2019: શરદ પવારનું મોટુ નિવેદન

English summary
ABP news-C Voter survey: Know about Desh ka mood before Lok Sabha Elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X