ભારત જ નહીં, અમેરિકામાં પણ ચાલું છે મોદી પર ચર્ચા!

પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોદીનો વિરોધ કરતા જણાવે છે કે મોદીનો રેકોર્ડ સારો નથી, તેમની છબી ગુજરાતમાં થયેલા 2002ના રમખાણોના કારણે ખરાબ થઇ છે. ગુજરાતમાં હજી સુધી કોઇપણ વ્યક્તિનો વિકાસ નથી થયો આવા વ્યક્તિને નહીં બોલાવીને બિલકુલ સારુ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજું મોદીના સમર્થકોનું માનવું છે કે જો મોદીનું ભાષણ યોજાતું તો ઘણુબધુ શીખવા મળતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓના વિરોધ બાદ મોદીના ભાષણને રદ કરી દેવામાં આવ્યું હતું. જોકે મોદીને આની કોઇ અસર થઇ નહી. મોદીએ પણ બતાવી દીધું કે તેઓ કોઇની પર નિર્ભર નથી. યુએસ તરફથી વિઝા ના મળી શક્યા હોવા છતાં મોદીએ અમેરિકામાં રહેતા એનઆરઆઇને સંબોધીત કર્યા.












Click it and Unblock the Notifications
