• search

કર્ણાટક સ્થાનિક ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવારની જીતના જશ્નમાં થયો એસિડ અટેક

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    કર્ણાટકની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે જ્યારે ભાજપ બીજા સ્થાન પર રહ્યો છે. ત્યારે ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસીઓ જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. દરમિયાન જશ્ન મનાવી રહેલા લોકો પર એસિડ અટેક થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈયાતુલ્લાહ ખાનની જીત થઈ છે.

    acid attack

    જણાવવામાં આવી રહ્યું છે કે તુમકુરમાં એ સમયે પાર્ટી કાર્યકર્તાઓ પર હુમલો થયો જ્યારે તેઓ જીતની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. ત્યારે એસિડ અટેકમાં ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર થઈ રહી છે. જો કે હુમલો કરવા પાછળ કોનો હાથ છે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી.

    જણાવી દઈએ કે કર્ણાટકની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી આગળ છે અને ભાજપ બીજા નંબર પર છે. કર્ણાટકમાં 2664 વોર્ડ માટે 31 ઓગસ્ટે ચૂંટણી થઈ હતી જેમાં અત્યાર સુધીમાં 2267 સીટનું પરિણામ સામે આવી ચૂક્યું છે. અત્યાર સુધીના પરિણામ મુજબ કોંગ્રેસ 846 સીટ જીતીને સૌથી આગળ ચાલી રહી છે. 788 સીટ સાથે ભાજપ બીજા નંબર પર છે. ત્યારે કોંગ્રેસની સાથે ગઠબંધનમાં સરકાર ચલાવી રહેલ જેડીએસે 307 સીટ પર જીત મેળવી છે. આ પણ વાંચો- આ ત્રણ રાજ્યોમાં ભાજપને ધૂળ ચટાડી શકે કોંગ્રેસઃ રિપોર્ટ

    English summary
    Karnataka Local Body Elections: an acid attack on the victory procession of winning Congress candidate Inayatullah Khan,several injured.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more