ભાજપા અક્ષય ખન્નાને પિતા વિનોદ ખન્નાની સીટથી ચૂંટણી લડાવી શકે છે

પંજાબમાં ભાજપ પોતાના જુના સહયોગી શિરોમણી અકાલી દળ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી રહ્યું છે.

પંજાબમાં ભાજપ પોતાના જુના સહયોગી શિરોમણી અકાલી દળ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી રહ્યું છે. ભાજપના એક નેતાનું કહેવું છે કે પંજાબમાં પોતાના ત્રણ ઉમેદવારોનું નામ શોર્ટલિસ્ટ કરી દેવામાં આવ્યું છે. આ સીટો અમૃતસર, ગુરુદાસપુર અને હોશિયારપુરની છે આ સીટો માટે પેનલ પાસે ઘણા નામો આવ્યા છે. ભાજપ આ ઉમેદવારોના નામનું એલાન થોડા સમય પછી કરશે. ઇન્ડિયન એક્સપ્રેસને નામ નહીં બતાવવાની શરતે એક અગત્યની જાણકારી આપી છે.

આ પણ વાંચો: ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે પરંતુ મોદી પીએમ નહીં બને: શરદ પવાર

અક્ષય ખન્ના ગુરુદાસપુરથી ચૂંટણી લડી શકે છે

અક્ષય ખન્ના ગુરુદાસપુરથી ચૂંટણી લડી શકે છે

ભાજપ ગુરુદાસપુર લોકસભા સીટથી હાલના કોંગ્રેસ સાંસદ સુનિલ જાખડ સામે એક મજબૂત ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આ સીટ પર પાર્ટી દિવંગત ભાજપા નેતા વિનોદ ખન્નાની પત્ની અથવા દીકરા અક્ષય ખન્નાને ટિકિટ આપવા માટે વિચાર કરી રહી છે. વિનોદ ખન્ના ચાર વાર ગુરુદાસપુર સીટથી સાંસદ રહ્યા છે. ગુરુદાસપુર લોકો વચ્ચે વિનોદ ખન્ના ઘણા લોકપ્રિય છે.

વિનોદ ખન્નાની મૌત પછી પેટાચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી

વિનોદ ખન્નાની મૌત પછી પેટાચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી

વિનોદ ખન્નાની મૌત પછી વર્ષ 2017 દરમિયાન ગુરુદાસપુર પર પેટાચૂંટણી થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સુનિલ જાખડને જીત મળી હતી. ભાજપા આ સીટ પર ફરી જીતવાની રણનીતિ સાથે અક્ષય કુમારને અહીં લડાવી શકે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુનિલ જાખડને જોરદાર ટક્કર મળશે

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુનિલ જાખડને જોરદાર ટક્કર મળશે

ગુરુદાસપુરને સ્થાનીય ભાજપા નેતાએ જણાવ્યું કે અક્ષય ખન્નાના ચૂંટણી લડવાથી કવિતા ખન્નાને કોઈ સમસ્યા ના હોય તો અક્ષય ખન્નાને બોલિવૂડથી આવતા હોવાના ફાયદા સાથે પોતાના પિતાની સીટની યાદોનો પણ ફાયદો મળશે. તેવી સ્થિતિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સુનિલ જાખડને જોરદાર ટક્કર મળશે. આ સીટ પર ખન્ના પરિવારના ચૂંટણી લડવાની સાથે સાથે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અશ્વની રાયના નામ પર પણ ચર્ચા થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X