આ કલાકારે 10માંની પરીક્ષામાં મેળવ્યા 93%, મેકઅપ રૂમમાં કરતી હતી અભ્યાસ

સોની ટીવીની સીરિયલ ‘પટિયાલા બેબ્ઝ'માં જોવા મળતી અભિનેત્રી અશ્નૂક કૌરે પોતાની દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં 93% ગુણ મેળવ્યા છે.

સોની ટીવીની સીરિયલ 'પટિયાલા બેબ્ઝ'માં જોવા મળતી અભિનેત્રી અશ્નૂક કૌરે પોતાની દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં 93% ગુણ મેળવ્યા છે. તેણે કહ્યુ કે તે 90 ટકાથી વધુની અપેક્ષા નહોતી રાખતી પરંતુ પોતાનું પરિણામ જોઈને તે ચોંકી ગઈ. બોમ્બે ટાઈમ્સના હવાલાથી મળેલા સમાચાર અનુસાર, 'હું 90 ટકા ગુણની અપેક્ષા રાખી રહી હતી પરંતુ 93 ટકા મળવા પર સોનામાં સુગંધ મળી. હું બહુ ગભરાયેલી હતી પરંતુ પરિણામ જોયા બાદ મોટા અવાજમાં ખુશીથી બૂમો પાડવા લાગી. મારી મા પણ ત્યાં હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારબાદ શૂટિંગના સેટ પર પણ બધાને મને અભિનંદન પાઠવ્યા.'

કામ અને અભ્યાસ બંનેનો છે લગાવ

કામ અને અભ્યાસ બંનેનો છે લગાવ

અશ્નૂરે કહ્યુ કે મને ખબર હતી કે કામ અને અભ્યાસ બંનેને સંભાળવુ મારા માટે જરૂરી છે. હું એના માટે સંપૂર્ણપણે સ્પષ્ટ છુ કે જો મે અભિનયને સંપૂર્ણપણે મારા કેરિયર તરીકે પસંદ કર્યુ તો તે મારો અભ્યાસ ખતમ થયા બાદ જ કરીશ. અશ્નૂરને સીરિયલ ‘પટિયાલા બેબ્ઝ'માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

શૂટિંગ પર મેકઅપ રૂમમાં પણ કરતી હતી અભ્યાસ

શૂટિંગ પર મેકઅપ રૂમમાં પણ કરતી હતી અભ્યાસ

કામ અને અભ્યાસ મેનેજ કરવાની વાત પર અશ્નૂરે કહ્યુ કે અભ્યાસ અને ડાયલૉગ બંનેને યાદ રાખવા ખૂબ મુશ્કેલ હતા. હું સેટ પર જતા પહેલા સવારે 5.30 વાગે ઉઠીને વાંચતી હતી. આ ઉપરાંત હું મેકઅપ રૂમમાં વાંચતી હતી. અશ્નૂરે ઈન્સ્ટાગ્રામ પર આ ખુશખબરી આપીને કહ્યુ કે બધાને વાંચવા માટે ફેબ્રુઆરમાં રજા મળી હતી પરંતુ મારે આખો મહિને શૂટિંગ કરવાનું હતુ. દરેકને એક્ઝામ પહેલા 5-7 દિવસની રજા મળતી હતી પરંતુ મને માત્ર 2-3 દિવસની. 12 કલાકના શૂટિંગ બાદ 1.30 વાગ્યા સુધી રાતે વાંચવાનું ખૂબ મુશ્કેલ હતુ.

ભવિષ્યમાં આ વિષય ભણવા ઈચ્છે છે અશ્નૂર

ભવિષ્યમાં આ વિષય ભણવા ઈચ્છે છે અશ્નૂર

અશ્નૂરે કહ્યુ કે તે આ વિચારને તોડવા ઈચ્છે છે કે બાળ કલાકાર કામ સાથે પોતાના અભ્યાસ પર ધ્યાન નથી આપી શકતા. તે ભવિષ્યમાં કૉમર્સ સ્ટ્રીમ લઈને અભ્યાસ કરવા ઈચ્છે છે. તે હંમેશાથી શાર્પ સ્ટુડન્ટ રહી છે. અશ્નૂર ફિલ્મ ‘સંજૂ' ઉપરાંત ‘મનમર્જીયા' માં જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X