ઓમ પુરીએ શહીદનું અપમાન કર્યું, લોકોએ કરી થું થું

Posted By:
Subscribe to Oneindia News

ઉરી હુમલા પછી જ્યાં આખો દેશ પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સામાં છે. ત્યાં જ પાકિસ્તાની કલાકારોને લઈને બોલિવૂડ બે ભાગોમાં વહેંચાઈ ગયું છે.

હિન્દી સિનેમાના ઘણા જ ચર્ચિત અભિનેતા ઓમપુરી આઈબીએન7 ની એક ડિબેટમાં શહીદ નીતિન કુમાર પર ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું. બારામુલ્લા એટેકમાં 24 વર્ષીય નીતિન યાદવ શહીદ થયા હતા.

om puri

ત્યારે ઓમ પુરીએ કહ્યું કે કોણે કહ્યું હતું કે સેનામાં જાઓ, તેમને કોઇ ફોર્સ તો નહોતો કર્યો. આ મામલે મુંબઇના અંધેરીમાં ઓમપુરી સામે ફરિયાદ નોંધાઇ છે. કહ્યું કે જ્યારે ભાગલા પડ્યા ત્યારે દેશના નહીં, પરિવારના ભાગલા પડ્યા હતા.

પાકિસ્તાની કલાકારો માટે ઓમપુરીએ કહ્યું કે સરકાર ઈચ્છે તો પાકિસ્તાનીઓના વિઝા રદ કરી દે. એમાં આટલી બધી બબાલ કેમ કરવામાં આવે છે. તેમને આગળ કહ્યું કે ભારત અને પાકિસ્તાનને ઇઝરાયેલ અને ફિલિસ્ટીનના બનાવો. બંને દેશોમાં કરોડો મુસલમાનો રહે છે તેમને ના ઉશ્કેરો.

English summary
Actor Om Puri when he ended up insulting Indian martyrs while defending why art and such issues shouldn’t be mixed.
Please Wait while comments are loading...