
હરિયાણા ચૂંટણી 2019: બબીતા ફોગાટની સની દેઓલે માંગી માફી, પછી પહેલવાનો પણ આપ્યો જવાબ
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન થઈ રહ્યુ છે. આ વખતે ચૂંટણી મેદાનમાં દંગલ ગર્લ બબીતા ફોગાટ પણ છે. આ બધા વચ્ચે બોલિવુડ અભિનેતા અને ગુરદાસપુરથી ભાજજપ સાંસદ સની દેઓલે પણ પોતાનો એક વીડિયો ટ્વીટ કરીને પહેલવાન બબીતા ફોગાટની માફી માંગી છે.
આ સાથે જ તેમણે ચૂંટણીમાં જીત માટે પણ બબીતાને શુભકામનાઓ આપી છે. સની દેઓલનુ આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણુ વાયરલ થઈ રહ્યુ છે. તેને લોકો બહુ રિટ્વીટ અને લાઈક કરી રહ્યા છે. સની દેઓલે બબીતાની એક રોડ શો માટે માફી માંગી છે. વાસ્તવમાં બબીતાએ એક રોડ શોનુ આયોજન કર્યુ હતુ જેમાં સની પહોંચી શક્યા નહોતા. તેમના પ્લેનમાં ટેકનિકલ ખામી આવી ગઈ હતી જેના કારણે તે આ રોડ શોમાં ભાગ લઈ શક્યા નહોતા.
देश की महान सुपुत्री एवं चरखी दादरी विधानसभा से भाजपा उम्मीदवार बहन @BabitaPhogat द्वारा आयोजित रोड शो में जहाज में आए तकनीकी खराबी के कारण पहुंच नहीं पाया।इसके लिए क्षमा चाहता हूं,और मेरी तरफ से बहन को ढेर सारी शुभकमनाएं। https://t.co/E7SjhPAIWg
— Sunny Deol (@iamsunnydeol) 20 October 2019
સનીએ ટ્વીટ કરીને કહ્યુ, 'દેશની મહાન સુપુત્રી તેમજ ચરખી દાદરી વિધાનસભાથી ભાજપ ઉમેદવાર બહેન બબીતા ફોગાટ દ્વારા આયોજિત રોડશોમાં પ્લેનમાં આવેલી ટેકનિકલ ખરાબીના કારણે પહોંચી શક્યા નહોતા. આના માટે ક્ષમા ઈચ્છુ છુ, અને મારા તરફથી બહેનને બહુ બધી શુભકામનાઓ.'
સની દેઓલના ટ્વીટનો જવાબ આપતા બબીતા ફોગાટે કહ્યુ, 'જરૂરી નથી સંબંધ મળવથી સચવાય રહે, મનમાં પ્રેમ અને સમ્માન હોય તો સંબંધ મજબૂત રહે છે. સની દેઓલ ભાઈ તમારે કોઈ પ્રકારની ક્ષમા માંગવાની જરૂર નથી. તમારો પ્રેમ અને આશીર્વાદ જે હંમેશા મળ્યો છે તો બસ આ નાની બહેન પર આમ જ જળવાઈ રહે. તમારે આ સંદેશ જ મારા માટે આશીર્વાદ છે.' તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો માટે મતદાન થઈ રહ્યુ છે. વળી, હરિયાણામાં વિધાનસભાની 90 સીટો મતદાન થઈ રહ્યુ છે. બંને રાજ્યોમાં મતગણતરી 24 ઓક્ટોબરે થશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: મતદાન કરવા પહોંચી આ દિગ્ગજ હસ્તીઓ, જુઓ Pics