Video: શાહરુખે રાધિકા મર્ચન્ટ સામે અનંત અંબાણીને પૂછ્યુ તેની ગર્લફ્રેન્ડનું નામ

30 જૂનની રાતે દેશના સૌથી મોટા અમીર મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈ થઈ. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણાીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

30 જૂનની રાતે દેશના સૌથી મોટા અમીર મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈ હીરા વ્યાપારી રસેલ મહેતાની સૌથી નાની પુત્રી શ્લોકા સાથે થઈ. આ ભવ્ય સમારંભમાં બોલિવુડ સ્ટાર્સ ઉપરાંત રમત, રાજકારણ અને બિઝનેસ જગતના ઘણી જાણીતી હસ્તીઓ પણ શામેલ થઈ. આ ગ્રાન્ડ ફંક્શનના ઘણા ફોટા અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આમાંથી જ એક વીડિયો છે કે જે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે જોડાયેલો છે.

શાહરુખ ખાને અનંત અંબાણીને પૂછ્યુ ગર્લફ્રેન્ડનું નામ...

શાહરુખ ખાને અનંત અંબાણીને પૂછ્યુ ગર્લફ્રેન્ડનું નામ...

આ વીડિયોમાં હિન્દી સિનેમાના બાદશાહ શાહરુખ ખાન જોવા મળી રહ્યા છે કે જે સૌની સામે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતને તેની ગર્લફ્રેન્ડનું નામ પૂછી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે અફેરને લઈને ચર્ચામાં છે. બંનેની સગાઈના પણ સમાચાર હતા. જેને બાદમાં અફવા ગણાવવામાં આવી હતી.

ભાઈ તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શાહરુખ, રાધિકા મર્ચન્ટ સાથે ઉભો છે, તે મંચ પરથી અનંતને કોઈ સવાલના જવાબમા પૂછે છે કે તને શું લાગે છે કે શું તે રાધિકાને મળવો જોઈએ, જેના જવાબમાં અનંત કહે છે, 10 બિલિયન. શાહરુખ કહે છે - ભાઈ તુ તો બહુ પૈસા ઉડાવે છે, જેના પર અનંત કહે છે - infinity, ત્યારહાદ શાહરુખ ડાયરેક્ટ અનંતને કહે છે, ભાઈ તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી?

અનંત અને રાધિકાના અફેરના સમાચારો

અનંત અને રાધિકાના અફેરના સમાચારો

જેને સાંભળ્યા બાદ મહેફિલમાં હાજર દરેક માણસ હસી પડે છે, ત્યારબાદ કિંગ ખાન કહે છે, મારી પાસે એક રીત છે, જેનાથી ખબર પડી જશે કે તારી ગર્લફ્રેન્ડ છે કે નહિ. કોઈ પણ માણસના ફોનનો પહેલો નંબર એ જ માણસનો હોય જેને તે પ્રેમ કરતો હોય. ત્યારબાદ શાહરુખ અનંત પાસે તેનો ફોન માંગે છે જેના પર હસતા અનંત પોતની જગ્યાએથી ઉઠે છે અને પોતાનો ફોન આપવા માટે તૈયાર થઈ જાય છે. જેના પર કિંગ ખાન કહે છે, આપી દે આપી દે ભાઈ, આમ પણ ફોન જિયોનો છે.

કોણ છે રાધિકા મર્ચન્ટ?

કોણ છે રાધિકા મર્ચન્ટ?

વાયરલ થઈ રહેલા આ વીડિયોનો લોકો પણ ખૂબ મઝા લઈ રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી છે. રાધિકાએ પોતાની સ્કૂલિંગ મુંબઈની કેથેડ્રિયલ એન્ટ જોન કાનન સ્કૂલ અને ઈકોલ મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાંથી કરી છે. ત્યારબાદ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તે અનંતની સારી દોસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X