For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયેશા ટાકિયાને મળી રહ્યા ધમકી ભર્યા મેસેજ, બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ

બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાને ફોન પર ધમકી મળી રહી છે. આયેશા ટાકિયાના પતિ અને સપા નેતા અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી ઘ્વારા ટ્વિટર પર મુંબઈ પોલીસની મદદ માંગી હતી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાને ફોન પર ધમકી મળી રહી છે. આયેશા ટાકિયાના પતિ અને સપા નેતા અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી ઘ્વારા ટ્વિટર પર મુંબઈ પોલીસની મદદ માંગી હતી. ફરહાને ટવિટ કરીને મુંબઈ પોલીસને જણાવ્યું કે તેની પત્ની, બહેન અને માતાને એક વ્યક્તિ પરેશાન કરી રહ્યો છે. ફરહાને આ મામલે મુંબઈ પોલીસ પર કોઈ એક્શન નહીં લેવા માટેનો આરોપ પણ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ આયેશા ટાકિયાનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે.

ayesha takia

ફરહાને ટવિટ કરીને મુંબઈ પોલીસની મદદ માંગી ફરહાને ટવિટ કરીને જણાવ્યું કે મારી પત્ની, બહેન અને માતાને વારંવાર પરેશાન કરવામાં આવી રહી છે. ડીએસપી દહિયા મારા ફોન અને મેસેજનો જવાબ નથી આપી રહ્યા. તેમને અમારા બેંક એકાઉન્ટ ગેરકાનૂની રીતે ફ્રીઝ કરી નાખ્યા છે. ફરહાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુષ્મા સ્વરાજને ટેગ કરીને મદદ કરવા માટે જણાવ્યું. ફરહાને ડીએસપી દહિયા સાથે થયેલી વાતનો સ્ક્રીન શોટ પણ ટ્વિટ્ટર પર પોસ્ટ કર્યો.

થોડા સમય પછી ફરહાને વધુ એક ટવિટ કરી, જેમાં તેને મુંબઈ પોલીસનો આભાર માન્યો. મુંબઈ પોલીસના જોઈન્ટ સીપી દેવેન ભારતીનો આભાર માનતા ફરહાને લખ્યું કે તેને પોલીસ પર પૂરો ભરોષો છે. મળતી ખબરો અનુસાર ફરહાન પર તેના બિઝનેસ પાર્ટનર કાસીફ ખાન ઘ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે. કાસીફે ફરહાન પર દગાખોરીનો આરોપ લગાવ્યો છે. આ વ્યક્તિ આયેશા ટાકિયાને પરેશાન કરી રહ્યો હતો.

English summary
Actress Ayesha Takia Being Harassed By A Litigant, Husband Farhan Azmi Request Mumbai Police To Help.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X