For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે મંત્રીના પુત્ર કાર્તિક પર મોડેલે લગાવ્યો બળાત્કારનો આરોપ

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 28 ઓગષ્ટ: રેલમંત્રી સદાનંદ ગૌડાના પુત્ર કાર્તિકની સગાઇના અવસરે મોડેલથી ફિલ્મ અભિનેત્રી બનેલી મૈત્રેયી ગૌડાએ પોતાના દાવાથી સૌને ચોકાવી દીધા છે. મૈત્રેયીએ દાવો કર્યો છે કે કાર્તિક સાથે તેમના પહેલા જ લગ્ન થઇ ચૂક્યા છે. અભિનેતાનું કહેવું છે કે કાર્તિક હવે દગો કરી રહ્યો છે. બેંગલોર પોલીસે કાર્તિક પર છેતરપિંડી, દુષ્કર્મ અને છેતરીને શારીરિક સંબંધ બાંધવાની ધારાઓ લગાવીને ફરિયાદ નોંધી લીધી છે.

આની વચ્ચે કાર્તિક ગૌડાની સગાઇ કુશાલનગરમાં સ્વાતિ નામની યુવતી સાથે થઇ ગઇ. રેલમંત્રી સદાનંદ ગૌડા અને કાર્તિકે જણાવ્યું કે આરોપ તેમના પરિવારને બદનામ કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે. ગૌડાના પુત્ર પર લાગેલા આરોપો પર આશ્ચર્ય વ્યક્ત કરતા તેને રાજનૈતિક કાવતરુ ગણાવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે આ તેમને બ્લેકમેલ કરવાની રીત પણ હોઇ શકે છે. કાર્તિકે જણાવ્યું કે ફરિયાદ કરનારી મહિલા સાથે મારા ક્યારેય સંબંધ નથી રહ્યા.

railway minister
બેંગલોર પોલીસ કમિશ્નર એમ એન રેડ્ડીએ જણાવ્યું કે મહિલાએ આરટી નગર પોલીસ સ્ટેશનમાં કાર્તિક ગૌડાની વિરુદ્ધ કથિત બળાત્કાર અને તેને છેતરવાની ફરિયાદ નોંધાવી છે. રેડ્ડીએ જણાવ્યું કે કાર્તિકની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 376 (બળાત્કાર) અને 420 (છેતરપિંડી) હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.

કથિત પીડિતાએ દાવો કર્યો છે કે કાર્તિકને તેઓ આ વર્ષના મે મહીનાથી ઓળખે છે. એક્ટ્રેસે કન્નડ ટીવી ચેનલો પર જણાવ્યું કે હું અને કાર્તિક એક કોમન ફ્રેન્ડ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. બાદમાં અમે લગ્ન કરી લીધા. અહીં સુધી કે કાર્તિકે જણાવ્યું હતું કે તે પોતાના માતા પિતાને મનાવી લેશે. એક્ટ્રેસની માતાએ પણ બંનેના સંબંધોની ખરાઇ કરી છે.

English summary
Hours after he got engaged, a case of rape and cheating was filed against Railway Minister Sadananda Gowda's son, Karthik late on Wednesday night. The complainant, a model and actor in regional films, claims to be his wife.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X