મતદાન કરવા ગયેલા જયા બચ્ચન પોલિંગ અધિકારીઓ પર ભડકી ઉઠ્યા, જાણો કારણ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન અમિતાભના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન એક વાર ફરીથી પોતાના ગુસ્સાના કારણે સમાચારોમાં છવાઈ ગયા છે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં સોમવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યુ. આ દરમિયાન બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો પરિવાર પણ મત આપવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તેમના પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન એક વાર ફરીથી પોતાના ગુસ્સાના કારણે સમાચારોમાં છવાઈ ગયા છે.

જયા બચ્ચન ભડક્યા

જયા બચ્ચન ભડક્યા

જો કે આ પહેલી વાર નથી જ્યારે જયા કોઈના પર ભડક્યા હોય પરંતુ અત્યાર સુધી તેમના મીડિયા પર જ ભડકવાના મામલા સામે આવતા રહ્યા છે. વળી, આ વખતે પોલિંગ અધિકારીઓ પર ભડકી ઉઠ્યા છે. વાસ્તવમાં જયા બચ્ચન, વહુ ઐશ્વર્યા અને પુત્ર અભિષેક બચ્ચન સાથે મત આપવા પહોંચ્યા હતા.

અધિકારીએ સેલ્ફી લેવાનો કર્યો આગ્રહ

અધિકારીએ સેલ્ફી લેવાનો કર્યો આગ્રહ

જ્યારે મત આપ્યા બાદ તે પોલિંગ બુથમાંથી બહાર નીકળ્યા તો ત્યાં હાજર પોલિંગ અધિકારીએ તેમની સાથે એક સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો. જેના પર અભિનેત્રીને ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે કહી દીધુકે આ ખોટુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણી વાર તે સેલ્ફી માટે લોકો સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે. જો કે ત્યાં હાજર પોલિંગ અધિકારીઓને આ વાતનો સ્હેજ પણ અંદાજો નહોતો કે તેમની સાથે આવુ પણ થઈ શકે છે.

ઉપર સુધી ફરિયાદ કરવાની વાત કહી

ઉપર સુધી ફરિયાદ કરવાની વાત કહી

સૂત્રો અનુસાર જયા બચ્ચને અધિકારીઓને કહ્યુ કે હું અહીં મત આપવા આવી છુ. તમે લોકો અધિકારી છો. તમે લોકો ફોટો માંગવા જેવી નાની વાત ન કરી શકો. હું તમારી ફરિયાદ ઉપર સુધી કરી દઈશ. ત્યારે જયા બચ્ચનના આ વલણથી ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા.

પોલિસ સુરક્ષા વચ્ચે ગાડી સુધી લઈ જવાયા

પોલિસ સુરક્ષા વચ્ચે ગાડી સુધી લઈ જવાયા

મીડિયા રિપોર્ટ અનુસાર ત્યાં હાજર એક સૂત્રએ જણાવ્યુ કે ગભરાટના કારણે જયા બચ્ચનને પોલિસે સુરક્ષા વચ્ચે ગાડી સુધી લઈ જવામાં આવ્યા હતા. એટલુ જ નહિ તે બહાર ઉભેલા મીડિયા પર પણ વરસી પડ્યા હતા. તે કેમેરાને ધક્કો મારીને ગુસ્સામાં પોતાની ગાડીમાં જઈને બેસી ગયા હતા. વળી, આ દરમિયાન ઐશ્વર્યા અ અભિષેકના હાવભાવ પણ ઘણા બદલાયેલા જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X