For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NDTV ગ્રુપમાં હિસ્સો ખરીદશે અદાણી ગ્રુપ, CEOએ કરી જાહેરાત

અદાણી ગ્રુપ NDTV મીડિયા ગ્રુપમાં 29.18% હિસ્સો ખરીદશે. અદાણી ગ્રુપની કંપની AMG મીડિયા નેટવર્કની મદદથી આ ડીલ કરવામાં આવશે. આ અધિગ્રહણ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)ની સબ્સિડયરી કંપની VPCLની મદદથી કરવામાં આવશે. અદાણી મી

|
Google Oneindia Gujarati News

અદાણી ગ્રુપ NDTV મીડિયા ગ્રુપમાં 29.18% હિસ્સો ખરીદશે. અદાણી ગ્રુપની કંપની AMG મીડિયા નેટવર્કની મદદથી આ ડીલ કરવામાં આવશે. આ અધિગ્રહણ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)ની સબ્સિડયરી કંપની VPCLની મદદથી કરવામાં આવશે. અદાણી મીડિયા નેટવર્કના CEO સંજય પુલગિયાએ લેટર જાહેર કરી આ જાણકારી આપી છે.

Adani

અદાણી ગ્રુપના AMG મીડિયાએ NDTVમાં 26% વધારાનો હિસ્સો ખરીદવા માટે પણ રજૂઆત કરી છે. અદાણી ગ્રુપે NDTVમાં 294 રૂપિયા પ્રતિ શેરની કિંમતથી 26% હિસ્સા માટે 493 કરોડ રૂપિયાની ઓપન ઓફર મૂકી છે. જે બાદ NDTVના શેર મંગળવારે 5% વધીને 376.55 રૂપિયાએ બંધ થયા હતા.

લાંબા સમય સુધી કોલસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસમાં રોકાણ બાદ અદાણી ગ્રુપ હવે રાઈઝને લઈને ટ્રાવેલ પોર્ટલ, મીડિયા, ગ્રીન એનર્જી અને સીમેન્ટ કંપનીઓને અધિગ્રહણ કરીને પોતાના વ્યવસાયને ડાયવર્સીફાઈ કરી રહ્યું છે. બ્લૂમબર્ગ દ્વારા મેળવવામાં આવેલા ડેટા મુજબ ગત વર્ષે અદાણી ગ્રુપે 1.31 લાખ કરોડ રૂપિયામાં 32થી વધુ ડીલ કરી છે. હવે આ ગ્રુપ એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સૌથી વધુ ડીલ કરનાર ગ્રુપમાં સામેલ થઈ ગયું છે.

અદાણી ગ્રુપ ગત વર્ષે જે ડીલ કરી છે, તેમાં મોટા ભાગની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી કંપનીઓ છે. જેમાં સીમેન્ટથી લઈને પોર્ટ્સ અને એનર્જી પ્રોજેક્ટ સામેલ છે.હાલમાં જ અદાણી ગ્રુપે દુનિયાની સૌથી મોટી સીમેન્ટ કંપની હોલસિમ પાસેથી લગભગ 81 હજાર કરોડ રૂપિયામાં અંબુજા અને ACC સીમેન્ટ કંપનીમાં ભાગીદારી ખરીદી હતી.

બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ મુજબ વર્તમાનમાં ગૌતમ અદાણીની નેટવર્થ લગભગ 11 લાખ કરોડ રૂપિયા છે. તેઓ દુનિયાના ચોથા સૌથી અમીર ઉદ્યોગપતિ છે. માત્ર એલન મસ્ક (ટેસ્લા), જેફ બેઝોસ (એમેઝોન) અને બર્નાર્ડ અર્નોલ્ટ (LVMH)જ નેટવર્થમાં તેમની આગળ છે.

અદાણી ગ્રુપે 26 એપ્રિલ, 2022નાં રોજ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ નામથી મીડિયા વ્યવસાયને ચલાવવા માટે એક કંપની બનાવી હતી. જેમાં મીડિયા વ્યવસાય ચલાવવા માટે એક લાખ રૂપિયાની ઈનિશિયલ ઓથરાઈઝ્ડ અને પેડઅપ શેર કેપિટલનું પ્રોવિઝન કર્યું છે. તેમાં પબ્લિશિંગ, એડવરટાઈઝમેન્ટ, બ્રોડકાસ્ટિંગ સહિત મીડિયા રિલેટેડ સહિતના અનેક પ્રોજેક્ટસ હેન્ડલ કરવામાં આવશે.

English summary
Adani Group to buy stake in NDTV Group, CEO announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X