Adani Power Limited: અદાણી પાવર પ્લાન્ટથી ઝગમગ થયો બાંગ્લાદેશ, ઝારખંડના ગૌડાથી સપ્લાય શરુ
Adani Power Limited: અદાણી ગ્રુપની વિજળીથી પડોશી દેશ બાંગ્લાદેશ ઝગમગી રહ્યો છે. અદાણીના પાવર પ્લાન્ટથી બાંગ્લાદેશને વિજળી સપ્લાય થઈ રહી છે. જેનાથી બાંગ્લાદેશમાં રોશની ફેલાઈ રહી છે. અદાણી પાવરે રવિવારે કહ્યુ કે તેણે ઝારખંડના ગોડ્ડા ખાતેના તેના પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વિજળી સપ્લાય કરવાનુ શરુ કરી દીધુ છે.
અદાણીએ ઝારખંડના ગોડ્ડાખાતે પ્રથમ 800 મેગાવોટનુ અલ્ટ્રા-સુપર-ક્રિટીકલ થર્મલ પાવર જનરેશન યુનિટ શરુ કર્યુ છે. બાંગ્લાદેશને 748 મેગાવોટ પાવર સપ્લાય સાથે પ્લાન્ટ શરુ થયો છે. ગોડ્ડા પાવર પ્લાન્ટ એ ભારત-બાંગ્લાદેશના લાંબા સમયથી ચાલતા સંબંધોમાં વ્યૂહાત્મક સંપત્તિ છે, તેમ અદાણી પાવરના સીઈઓ એસ બી ખ્યાલિયાએ નિવેદનમાં જણાવ્યુ હતુ.

તે દેશનો પ્રથમ પાવર પ્લાન્ટ છે, જેણે 100 ટકા ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD), SCR અને ઝીરો વોટર ડિસ્ચાર્જ સાથે પ્રથમ દિવસથી તેની કામગીરી શરૂ કરી છે, તે જણાવે છે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિપોર્ટ સાથે ચર્ચામાં આવ્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
હાલમાં કોંગ્રેસ કથિત અદાણી કૌભાંડ પર સતત હુમલો કરી રહી છે. કોંગ્રેસ આ મુદ્દાઓ પર જેપીસીની માંગ કરી રહી છે પરંતુ સરકારે હજુ સુધી આ માંગણી સ્વીકારી નથી. અદાણી કેસમાં વિપક્ષે સંસદનો ઘેરાવ પણ કર્યો હતો. અદાણી વિવાદ અને જેપીસીની માંગને લઈને વિરોધ પક્ષોના નેતાઓએ સંસદમાં વિરોધ કરવા સાથે માનવ સાંકળ બનાવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે જેપીસીની માંગણી રાખીશુ.
રાહુલ ગાંધીએ ગુલામ નબી આઝાદ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત કોંગ્રેસના ઘણા જૂના નેતાઓના નામ અદાણી સાથે જોડીને આ નેતાઓ પર નિશાન સાધ્યુ હતુ. રાહુલે એક ટ્વિટ કર્યુ છે, જેમાં તેમણે અદાણીના નામના દરેક અક્ષર સાથે આ નેતાઓના નામ જોડ્યા છે. અદાણી મુદ્દે તાજેતરની ટ્વીટમાં રાહુલે કહ્યું કે, "સત્ય છૂપાવે છે, તેથી રોજ ભટકાવે છે!"












Click it and Unblock the Notifications
